Mysamachar.in-અમદાવાદ
ભાઈબીજની રાતથી હાલારના બન્ને જિલ્લાઓમાં શિયાળાએ દસ્તક આપી દીધી હોય તેમ લાગે છે, અને હવે તો ગુજરાતમાં પણ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ઠંડીનો ચમકારો લોકો પર રીતસરનો દેખાઈ રહ્યો છે. વહેલી સવારે અને સાંજના સમયે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 22 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. 4 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ઠંડીનો પારો ગગડ્યો છે અને તેની સીધી અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. જેના કારણે હવામાને આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ઠંડીનું હજુ પણ પ્રમાણ વધશે. કચ્છના નલિય, કંડલામાં કોલ્ડવેવની આગાહી કરી છે. 15 નવેમ્બરથી શિયાળાની ઋતુની શરૂઆત થાય છે અને ત્યાર બાદ ધીમે ધીમે તાપમાન ઘટે છે. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાઠ થિજાવતી ઠંડી પડશે.