Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
જગતમંદિર દ્વારકા ખાતે ઉજવવામાં આવતા ફૂલડોલ ઉત્સવનું ભાવિકો માટે વિશેષ મહત્વ છે, અને આ દિવસે અહી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે, ત્યારે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જીલ્લા કલેકટર એમ.એ.પંડ્યા અને જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે આવનાર હોળી ધુળેટી તહેવારમાં અત્રેના દ્વારકાધીશ જગત મંદિર ખાતેના ફુલડોલ ઉત્સવની તૈયારી બાબતની સમીક્ષા માટે મીટીંગ કરવામાં આવેલ.
જેમાં યાત્રાળુઓને સુરક્ષા તથા સલામતી માટે ફૂલડોલ ઉત્સવમાં જીલ્લા પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી/એસ.આર.ડી. તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો મળી કુલ 1500 કર્મચારીઓના બંદોબસ્ત ઉપરાંત એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક પોલીસની ટીમો બનાવી ચીલઝડપ, ખિસ્સા કાતરુઓ, ખિસ્સા કાતરુઓ, મોબાઈલ ચોરી, સામાન ચોરી વગેરે ગુન્હા બનતા રોકવા તથા યાત્રાળુઓની સલામતી માટે હાજર રહેશે.
તો વિવિધ She ટીમો દ્વારા વૃદ્ધ તથા બાળકોને જરૂરી મદદ તથા શાંતિ પૂર્ણ ભગવાનનાં દર્શન કરાવવામાં મદદ કરશે. વધુમાં ગુજરાત પોલીસ દ્વારા ઉપયોગમા લેવાતી વિવિધ ટેકનોલોજી જેમકે ડ્રોન કેમેરા, Body Worn કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટનાં કેમેરા, વગેરે થી 24/7 લાઈવ સર્વેલેન્સ કરવામાં આવશે. પેટ્રોલીંગ માટે વિવિધ ટીમો બનાવી 24/7 હાઇવે પેટ્રોલીંગ તથા પદયાત્રીને મદદ કરવામાં આવશે. પદયાત્રીનાં સામાન પર reflector પટ્ટી લગાવી રાત્રી દરમિયાન અકસ્માતથી બચાવની કામગીરી માટે ટ્રાફિક પોલીસની ટીમો બનાવી કામગીરી કરવામાં આવશે.
-આ રીતે હશે દર્શનનો કાર્યક્રમ
દ્વારકા જગત મંદિર ફૂલડોલ ઉત્સવ કાર્યક્રમ જાહેર થયો છે, તે મુજબ આગામી તારીખ 08/03/2023 નાં જગતમંદિરે ફૂલડોલ ઉત્સવની ઉજવણીનાં દિવસે દર્શનનાં ક્રમમા ફેરફાર તારીખ 07/03/2023 (પૂર્ણિમા)નાં મંગળા આરતી 6 કલાકે અને નિત્ય ક્રમ મુજબ તા.08/03/2023 નાં મંગળા આરતી સવારે 6:30 વાગ્યે, ઉત્સવ દર્શન બોપરે 2 થી 3 વાગ્યે સુધી, 3 થી 5 મંદિર બંધ, ત્યાર બાદ નિત્યક્રમ મુજબ.