Mysamachar.in:જામનગર
એક માસ પૂર્વે જામનગર કાલાવડ હાઈવે પર પસાયા બેરાજા ગામની સીમમાં આદિવાસી પરિવારના ખેતમજુરી કામ કરતા પરિવારના 12 વર્ષીય તરુણની ઘાતકી હત્યા કરાયેલ હાલતમાં લાશ તેના ઘરથી થોડે દુરથી મળી આવતા સ્થાનિક પોલીસ સહિતની ટીમો આ હત્યાને અંજામ આપનાર કોણ તેની તપાસમાં લાગી હતી અને અંતે જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાને એક માસે આ ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે.
આ અંગેની વિગતો પર નજર કરવામાં આવે તો જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામે 12 વર્ષના તરુણની ઘાતકી હત્યા કર્યા બાદ તેનું લીંગ કાપી લેવામાં આવ્યું હતું.પસાયા બેરાજા ગામની સીમમાંથી ગત તા. ૭ ડીસેમ્બરના રોજ 12 વર્ષીય પંકજ કાળુભાઇ ડામોરની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હત્યા બાદ બાળકનું લીંગ પણ કાપી હત્યારા શખ્સ દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું.
હત્યા બાદ સ્થાનિક પોલીસ ઉપરાંત જામનગર એલસીબીની ટીમો આ હત્યાનો ગુન્હાનો ભેદ ઉકેલવા વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી અને તપાસ કરી રહી હતી અને અંતે આ ગુન્હાનો ભેદ જામનગર એલસીબી પી.આઈ.જે.વી.ચૌધરીના માર્ગદર્શનમાં ઉક્લેવામાં જામનગર એલસીબી ટીમ સફળ થઇ છે. એલસીબીએ હેમત અપુભાઇ વાખલા નામના શખ્સને ઝડપી પાડી તેની આગવી ઢબે પૂછપરછ કરતા કબુલાત આપી કે, તેના પુત્ર દિવ્યેશને બાળકના પરીવારની એક યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ બાળકને થઇ જતાં હેમતે બાળક પંકજને આ અંગે કોઇને જાણ ન કરવા સમજાવવા છતાં પંકજ સમજયો ન હતો.
જેથી હેમતે ધાર્યા વડે તેના શરીરે ગંભીર ઇજા કરી હત્યા કરીને તેનો ગુપ્ત ભાગને કાપી નાખ્યો હતો અને બાદમાં ત્યાંથી નીકળી ગયો હતો. હત્યારાની હત્યાની કબુલાત બાદ પોલીસ દ્વારા તેના રિમાન્ડ પર સહિતની કાર્યવાહીની તજવીજ શરુ કરવામાં આવી છે. મહત્વનું છે કે 12 વર્ષીય તરુણની હત્યામાં ઝડપાયેલ આરોપી હેમત સામે વર્ષ 2012માં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હત્યા અને કાવતરાનો ગુનો નોંધાયો છે, જેમાં તેને લૂંટ કરવા જતાં મકાનમાલિકનું ખુન કર્યુ હતું તેમજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરૂધ્ધ લૂંટ, ખૂનનો ગુનો નોંધાયેલો છે.