mysamachar.in-જામનગર
જામનગરમા આવેલ અને ગુજરાતની ખ્યાતિપ્રાપ્ત મેડીકલ કોલજો મા ની એક એવી એમપી શાહ મેડીકલ કોલેજમાં લાંબાસમય બાદ જુનીયર વિદ્યાર્થીના રેગીંગ ના મામલાની ફરિયાદ સામે આવતા આ મામલાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે,જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે દિલ્હી એન્ટી રેગીંગ સેલમાં ફરિયાદ બાદ આ મામલાની હકીકત જાણવા માટે આજે જામનગર મેડીકલ કોલેજ ખાતે એન્ટી રેગીંગ કમિટીની ની બેઠક આજે ડીન ચેમ્બરમાં મળી હતી,
જે મીટીંગ પૂર્ણ થયા બાદ ડીન ડો.નંદીની દેસાઈ એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રેડિયોલોજી વિભાગમાં જુનીયર તબીબોનું રેગીંગ કરવામાં આવતું હોવાની ફરિયાદ મળી હતી,પણ એન્ટી રેગીંગ કમીટી ની તપાસમાં જુનીયર અને સીનીયર તબીબોના નિવેદનો અને પુરતી તપાસ બાદ રેગીંગ ના થયું હોવાનું અંતે સ્પષ્ટ થયું છે,અને હવે આ મામલે સમગ્ર તપાસનો અહેવાલ એમસીઆઈ ને મોકલી આપવામાં આવશે.
આવી હતી ફરિયાદ..
રેડિયોલોજી વિભાગમાં સીનીયર રેસીડેન્ટ તબીબો દ્વારા જુનીયર ડોક્ટરો ને વધુ કામ કરાવી ના બોલવાના શબ્દો બોલી અને પરેશાન કરવામાં આવતા હોવાનું દિલ્હી ખાતે થયેલ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.