Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં લેખાનુદાન વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું બજેટ રજુ કર્યું હતું. આમ તો આ બજેટ ચાર મહીના ૩૧ જુલાઈ,૨૦૧૯ સુઘીનું છે. જેનું કદ ૧,૯૧,૮૧૭ કરોડનું છે. તેવામાં કોઈ પણ નવા કરવેરા નાખવામાં આવ્યા નથી, પરંતુ વિધાનસભામાં બજેટ રજૂ કરતાં સમયે નાયબ મુખ્યમંત્રી સરકારની સિદ્ધિના ગુણગાન ગાઈને આગામી લોકસભાની ચૂંટણીની પહેલા કેટલીક અગત્યની જાહેરાતો પણ કરવામાં આવી હતી,
જે અન્વયે માં અને માં વાત્સલ્ય કાર્ડમાં આવક મર્યાદા 3 લાખ હતી, તેને વધારીને ૪ લાખ કરવામાં આવ્યું છે. આંગણવાડી બહેનનો પગારમાં ૯૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેડાઘર બહેનોના ૪૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વિધવા પેન્શનમાં પણ ૨૫૦નો વધારીને ૧૨૫૦ પેન્શન કરવામાં આવ્યો છે, જેમાં પુત્ર ૨૧ વર્ષનો થતાં પેન્શન મળતું ન હતું, તે શરતને રદ કરવામાં આવી છે. ચોરીના વીજબીલ માફીની યોજનાની પણ આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.