Mysamachar.in-ગાંધીનગર:
લોકસભાની ચૂંટણીની સતાવાર તારીખોની જાહેરાત ભલે ના થઈ હોય, પણ રાજ્યના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પહેલા ભારે ગરમાવો આવી ગયો છે અને મોટી ઉલટસૂલટના સમાચારો ગઇકાલ સાંજથી વહેતા થયા છે.

કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો કોંગ્રેસનું ઘર છોડી ભાજપમાં ગૃહપ્રવેશ કરશે તેવી વાતો વચ્ચે આજે સવારે કોંગ્રેસના જ ધારાસભ્યોએ મીડિયા સમક્ષ આ વાતને રદીયો આપો દીધો છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાની વાતને પાયાવિહોણી ગણાવી દીધી છે,

ત્યારે ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મીડિયા સમક્ષ આવીને જણાવ્યુ હતું કે, ભાજપ અફવા ફેલાવવામાં માહિર છે, હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં. અને ભાજપ દ્વારા હોદ્દાની લાલચ આપીને કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનોને ભાજપમાં ભેળવી રહ્યા છે,

ત્યારે ભાજપના પાયાના કાર્યકરોમાં ક્યાંકને ક્યાક ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલએ પણ ભાજપમાં જોડાવાની વાતનું ખંડન કરીને માત્ર અફવા ગણાવી છે અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાવાની વાતને પાયાવિહોણી ગણાવીને આવતીકાલે પ્રેસકોન્ફરન્સ કરી નવો ખુલાસો કરવાનું જણાવ્યુ હતું,

ભાજપમાં કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યોએ જોડાવાની અટકળો આજ સવારથી જ શરૂ થયા બાદ કોંગ્રેસમાં ભારે હલચલ મચી ગઈ હતી અને રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ મોટું નિવેદન આપતા જણાવ્યુ હતું કે કોંગ્રેસના ધારાસભ્યોના આગમનના પગલે તેમનું ભાજપમાં સ્વાગત છે, તેવું કહીને બળતામાં ઘી હોમવાનું કામ કરતા એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યોને જાહેરમાં આવીને નિવેદનો આપતા ભારે રાજકીય ગતિવિધી તેજ બની છે. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ક્યાં રાજકીય પક્ષમાંથી પક્ષપલ્ટાની ઉથલપાથલ થાય છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.