Mysamachar.in-ગાંધીનગર
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના પોજીટીવ કેસોનો આંકડો સતત ઉપર જઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને એક વર્ષ પૂર્ણ થયું છે. વેક્સીન પણ આવી ગઈ, છતાં એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હવે કોરોના મામલે ઢીલાસ નહિ ચાલે. લોકોને બિનજરૂરી હેરફેર ન કરવાની મુખ્યમંત્રીએ અપીલ કરી છે. સાથે જ લોકડાઉનની શક્યતા વચ્ચે તેમણે સ્પષ્ટતા કરી કે, લોકડાઉન નહિ આવે. આમ, તેમણે લોકડાઉનની વાતો અને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું છે.
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલા વ્યવસ્થાઓ હતી, તે રીતે જ બેડ તૈયાર છે. કેસ વધે તેની સરખામણીમાં છ ગણા બેડ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં આવશ્યકતા મુજબ વ્યવસ્થા કરીશું. આરોગ્ય ખાતાને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે, કડકાઈ કરાવવામાં આવશે. સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. એસઓપીનું ભંગ ન થાય તે જોવાશે. પણ હાલ લોકડાઉનની વાત નથી. હાલ લોકડાઉનની વાતોનો છેદ મુખ્યમંત્રીએ ઉડાવ્યો હતો.