Mysamachar.in-ગાંધીનગર
હાલમાં રાજ્યમાં કોરોના વેક્સીન આવી ચુકી છે, અને તે તબીબો સહીત આરોગ્યસ્ટાફને આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે, ત્યારે ક્યાંક કોંગ્રેસ એવા સવાલો ઉઠાવી રહ્યું છે કે પહેલા નેતાઓ કેમ નહી..? એટલે આજે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પણ ટોણો મારવાનું ચુક્યા નહિ અને આકરી ઝાટકણી કોરોના વેક્સીન મુદ્દે કાઢી છે, કલોલમાં નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલના હસ્તે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન જાહેરમંચ પરથી ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે વિરોધીઓને નિશાને લીધા જણાવ્યું કહ્યું કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. કોરોના વેક્સિનનું દેશમાં મહાઅભિયાન ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ વચ્ચે રોડા નાંખી રહ્યું છે. નીતિન પટેલે કોંગ્રેસના લોકોને સીધા જ પંચાતિયા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, હાલ કોંગ્રેસ અમને પુછી રહી છે કે કેમ બીજેપીના નેતાઓ વેક્સિન નથી લેતા. પરંતુ વેક્સિન અમે પણ પહેલા લીધી હોત તો ય કોંગ્રેસ વિરોધ કરત, ન લીધી તોય કોંગ્રેસના પંચાતિયા કહે છે કે તમે પહેલા લો પણ અમારે મત તો પહેલા પ્રજા છે પછી બધું તેમ જણાવ્યું હતું.