Mysamachar.in-જામનગર:
GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખની જવાબદારી દિનેશભાઇ ચાંગાણી જેવા અનુભવી વ્યકિતને વર્ષ ૧૯૯૮માં સોંપવામાં આવી.આ જવાબદારી સંભાળ્યા બાદ કારોબારી સભ્યોની નિમણુંક કરી એક શ્રેષ્ઠ ટીમ તૈયાર કરવામાં આવી.એ ટીમ એવી છે કે જેને ઉદ્યોગકારોને પોતાના પરિવારનો એક હિસ્સો સમજી અને સતતને સતત જીઆઇડીસી ફેસ-૨ અને ૩ના વિસ્તારને માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય સ્તરે સચોટ રજૂઆતો દિનેશભાઇ ચાંગાણી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી જેના કેટલાય પરિણામો આજે પણ નજર સમક્ષ આવે છે.
ઔદ્યોગીક વસાહત ફેસ-૨ અને ૩ને લગત કોઈ પણ પ્રશ્નની રજૂઆત માટે એસોસીએશન હર હંમેશ પ્રયત્નશીલ રહ્યું છે.આ પ્રયત્નોમાં તમામ ઉદ્યોગકારોનો પણ હમેશા સાથ અને સહકાર મળેલ છે,તેથી જ દિનેશભાઈ વર્ષોથી બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે છે,અને તેનો શ્રેય તેવો તમામ ઉદ્યોગકારો ને આપે છે,હવે જ્યારે ૨૦ વર્ષના લાંબા સમયગાળા બાદ જીઆઇડીસી દરેડના એસોસિએશન માટે ચૂંટણી યોજાઇ રહી છે,ત્યારે પણ ઉદ્યોગકારો અવિરત વિશ્વાસ વિકાસ પેનલ પર રાખશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે,
એસોસિએશનની વર્તમાન દિનેશભાઇ ચાંગાણીની આગેવાની હેઠળની તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોની ઝાંખી પર નજર કરવામાં આવે તો…
-એસોસીએશનના કાર્યાલય માટે પ્લોટનું એલોટમેન્ટ: પ્રમુખ દિનેશભાઈ ચાંગાણી તથા કારોબારી સભ્યોની અસરકારક રજૂઆતોથી જીઆઇડીસી દ્વારા ઔદ્યોગીક વસાહત ફેસ-૨માં આવેલ પ્લોટ નં.૯૦, એસોસીએશનનું કાર્યાલય બનાવવા માટે ફાળવવામાં આવેલ,જેનું ક્ષેત્રફળ ૫૦ હજાર ચો.ફુટ જેટલું વિશાળ છે.જે પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલની ગ્રાન્ટમાંથી ઉભુ કરવામાં આવેલ તથા તા.૨૨-૦૧-૨૦૦૪ના રોજ પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલભાઈ પટેલના હસ્તે કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. |
-ઔદ્યોગીક વિસ્તાર ફેસ-૨ અને ફેસ-૩ માટે ટેલીફોન એક્સચેન્જની સુવિધા: જીઆઇડીસી ફેસ-૨ અને ૩ ના વિસ્તારની ઉદ્યોગકારોને ટેલીફોન તથા ઇન્ટરનેટ બ્રોડબેન્ડના કનેક્શન મેળવવાની સુવિધા મળી રહે તે માટે એસોસીએશનની સબળ રજૂઆતોથી વર્ષ ૨૦૦૧માં વિસ્તાર માટે અલગથી ટેલીફોન એક્સચેન્જનું નિર્માણ કરવામાં આવેલ. |
-માળખાકીય સુવિધાઓ:- વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોનો પ્રોજેકટ પ્રમુખ દિનેશભાઈ ચાંગાણી અને તેમની કારોબારી ટીમ દ્વારા ફેસ-૨ વિસ્તાર માટે સરકારની સીઆઇપી સ્કીમ હેઠળ ૯૦:૧૦ની ટકાવારી મુજબ આશરે ૧૮ કરોડ રૂપિયાના ખર્ચે વર્ષ ૨૦૦૮-૦૯માં અમલવારી કરવામાં આવી. -પ્રમુખ દિનેશભાઇ ચાંગાણી અને કારોબારી સભ્યોની ટીમના નેતૃત્વ હેઠળ ઔદ્યોગીક વસાહત ફેસ-૨ અને ૩માં અતિ જરૂરી એવી માળખાકીય સુવિધાઓ જેવી કે રોડ,સ્ટ્રીટલાઇટો તથા વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોની સુવિધાઑના કામો વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન સરકારના સીઆઇપી ૮૦:૨૦ની સ્કીમ હેઠળ મંજૂર કરાવી જેનો વર્ક ઓર્ડર જીઆઇડીસી દ્વારા આપવામાં આવેલ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની નિમણૂંક કરેલ હતી.આ કામનું પેમેન્ટ પણ જીઆઇડીસી દ્વારા જ કરવામાં આવ્યું હતું.હાલ રોડ તથા સ્ટ્રીટલાઇટના કોન્ટ્રાકટર દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં ન આવતા આશરે ૧.૫ કરોડની સિક્યુરીટી ડિપોઝીટ એસોસીએશન દ્વારા સ્થગિત કરી ને વહીવટમાં કેટલી પારદર્શકતા છે તેનું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવેલ છે અને એસોસીએશનની સચોટ રજૂઆતોથી જીઆઇડીસી આ કામ એજન્સીના ખર્ચે અને જોખમે ટૂંક સમયમાં કરાવવામાં આવશે. |
-કાયદો અને વ્યવસ્થાની જાળવણી:- ઔદ્યોગીક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ઉદ્યોગકારોને દૂર સુધી પોલીસમથકે કોઈ કામને લઈને જવું ન પડે તે માટે એસોસિએશન દ્વારા પોલીસ વિભાગને માત્ર ટોકન દરે જગ્યાની ફાળવણી કરાવી ઔદ્યોગીક વિસ્તારમાં અદ્યતન પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાવવામાં આવ્યું. |
-વિજ પુરવઠાની યોજનાઓ:- ફેસ-૩ વિસ્તારમાં વીજ કનેક્શન ન મળી શકતું હોવાને કારણે પ્રમુખ દિનેશભાઈ ચાંગાણીના નેતૃત્વ હેઠળ ફેસ-૩ વિસ્તાર માટે જીઆઇડીસી પાસેથી જેટકોને યોગ્ય પ્લોટનું એલોટમેન્ટ કરાવી ૬૬ કે.વી.એ. સબ સ્ટેશન તાતત્કાલિક મંજૂર કરાવી અને માત્ર એક થી દોઢ માસ જેટલા સમયમાં કાર્યરત કરવવામાં આવ્યું.ભવિષ્યમાં આપણાં ઉદ્યોગના વિજ-પુરવઠાની માંગને પહોંચી વળવા બંને વિસ્તારમાં એક-એક એમ બે નવા કે.વી.એ. સબ સ્ટેશનની મંજૂરી પણ મળી ગયેલ છે,જે પૈકી એક કે.વી.એ. સબ સ્ટેશન જીઆઇડીસી વસાહત ફેસ-૩માં પ્લોટ નં.૩૮૮૮ પર હાલ કાર્યરત થઈ ગયેલ છે,જ્યારે બીજું એક સબ સ્ટેશન પણ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે તથા વિસ્તાર માટે પીજીવીસીએલનું સબ સ્ટેશન ડીવીઝન પણ મંજૂર થઈ ગયેલ છે જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. |
-નર્મદાના નીર મેળવવામાં સફળતા:- ભૂતકાળમાં ઔદ્યોગીક વસાહત ફેસ-૨માં પાણી-પુરવઠાની વ્યવસ્થા જીઆઇડીસી દ્વારા ખાનગી સંસ્થાને સોંપવાનો નિર્ણય લેવામાં આવતા,આ નિર્ણય ઉદ્યોગકારોના હિતમાં ન હોવાથી પ્રમુખ સહિતની કારોબારી ટીમની સફળ રજૂઆતથી પ્રેરાઈ યોગ્ય પ્રક્રિયા કરી પાણી વિતરણ વ્યવસ્થા એસોસીએશનને સોંપવામાં આવી.આયોજનબધ્ધ પ્રયાસો કરી શરૂઆતમાં ૩ લાખ લીટર અને હાલમાં ૫ લાખ લીટર પ્રતિદિન પાણી ઔદ્યોગીક વિસ્તાર માટે મેળવવામાં સફળતા હાંસલ થઈ છે. |
-પાણી પુરવઠાની જર્જરીત પાઇપલાઇન બદલવા અંગે:- જીઆઇડીસી ફેસ-૨ વિસ્તારની પાણી પુરવઠાની પાઈપલાઇન ૨૫ વર્ષ થતા ખૂબ જ જર્જરીત થઈ ગયેલ હોય એસોસિએશનની રજૂઆતથી જીઆઇડીસી દ્વારા નવી પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવેળ જેની સંપૂર્ણ ટેકનીકલ હાઇડ્રાલીક ડીઝાઇન તથા આઇએસઆઇ સ્પેશીફીકેશન જીઆઇડીસી દ્વારા આપવામાં આવેલ અને તે મુજબ જ એસોશિએશન દ્વારા ટેન્ડર આપી યોગ્ય કોન્ટ્રાકટર દ્વારા કામ જીઆઇડીસીના સુપરવિઝન હેઠળ કરવવામાં આવેલ. |
આમ આવા તો અનેક ઉદ્યોગકારોને ફાયદો થાય અને જામનગરના દરેડ જીઆઇડીસી નું નામ રોશન થાય તેવા પ્રયાસો દિનેશભાઈની ટીમ દ્વારા કરવામાં આવ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.