Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
લોકસભા જામનગર બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વેગવંતો પ્રચાર ચાલી રહ્યો છે, અને નાના-નાના ગામોથી માંડી અને મોટા તાલુકાઓ સુધી લોકો સ્વયંભૂ પૂનમબેન માડમ અને ભાજપને સમર્થન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે.

પૂનમબેન માડમે ગઈકાલે સવારથી દ્વારકા-કલ્યાણપુર વિસ્તારના શિવભક્ત-લોકપ્રિય ધારાસભ્ય પબુભા માણેક સાથે કલ્યાણપુર તાલુકાના લાંબા બંદર, દેવળીયા, કલ્યાણપુર, ગાંધવી (હર્ષદ), દુધીયા, ટંકારીયા, ગોરાણા અને રાવલ સહિતના ગામોમાં ચૂંટણી પ્રચાર અંગેની જાહેર સભા અને ખાટલા બેઠક, ગ્રુપ મીટીંગ સહિતનો વેગવંતો પ્રચાર સવાર થી સાંજ સુધી કર્યો હતો,

સાથોસાથ જે તે વિસ્તારના નાના-નાના ગામો ગાંગડી, ચાચલાણા, જામપર, હરીપર, માંગરીયા, ખીજદળ, પાનેલી, સણોસરી, પ્રેમસર, સુર્યાવદર, આશિયાવદર, રાજપરા, ચુર, કાનપર શેરડી, ધતુરીયા, ખીરસરા, નગડીયા, રાણપરડા, ડાંગરવડ, ચંદ્રાવાડા, હનુમાનધાર, બારીયાધાર સહિતના ગામોના આગેવાનો, લોકોનો પણ ચૂંટણી પ્રચાર સમયે લોકસંપર્ક કરી અને જિલ્લાના છેવાડાના અને નાનામાં નાનું ગામ પણ લોકસંપર્ક વિહોણું ના રહે તે રીતે પૂનમબેન માડમે પોતાનો ચૂંટણી પ્રવાસ ગોઠવી અને દરેકે દરેક વિસ્તારના લોકોને મળવાનું પ્રવાસ દરમ્યાન ચુક્યા નથી,પૂનમબેનને દરેકે દરેક ગામમાંથી પ્રચંડ લોકસમર્થન દરેક સમાજમાંથી ઉત્સાહ ઉમંગભેર મળી રહ્યું છે અને ગામો-ગામ પૂનમબેનનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત સન્માન થયું એ વાત બતાવે છે કે પુનમબેનના વિજયરથને આ વખતે લોકો ગત વર્ષ કરતાં ડબલ લીડથી દિલ્હી મોકલશે તેમાં શંકાને સ્થાન નથી,

વિવિધ સ્થળોએ યોજાયેલ જાહેર સભામાં લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે કોંગ્રેસની આકરી જાટકણી કાઢતા જણાવ્યું હતું કે નેતા વગર, નીતિ વગર કોંગ્રેસના મુરતિયાને શેરડીમાં ખાસ દેખાય છે અને શેરડીના છોડમાં ગોળ ક્યારે ઉગશે તેની ખબર નથી અને ખેડૂતોના પ્રશ્નો સમજણ વગર ઉકેલવા નીકળ્યા છે.આ વિસ્તારે મને આ પંથકની દીકરી તરીકે ગયા વર્ષે પણ ખૂબ જ મતો આપીને મદદ કરી છે અને આ વર્ષે ગયા વખત કરતા પણ વધુ મતો આ વિસ્તારના લોકો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો,તો પબુભાએ પોતાના સંબોધનમાં જણાવેલ કે આ ચૂંટણી પુનમબેન, પબુભા કે નરેન્દ્ર મોદીની નથી, ભારત દેશના હિતની અને રાષ્ટ્રની સલામતી માટેની છે. તેમાં કોઈ ક્યાસ ના રહે તેવી રીતે ભાજપને મત આપવા આહવાન કરેલું.આમ ભાજપ અને જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમનો પ્રચારરથ અનોખા સ્વાગત સાથે જીલ્લામાં સતત આગળ વધી રહ્યો છે,

પુનમબેનના ગઈકાલના સવારથી સાંજ સુધીના યોજાયેલ ચૂંટણી પ્રવાસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ પ્રમુખ કારૂભાઈ ચાવડા, બારાડી વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા(મોટાભાઈ), કલ્યાણપુર તાલુકાના સતવારા સમાજના આગેવાન ડી.એલ.પરમાર, યુવા આગેવાન વિઠ્ઠલભાઈ સોનગરા, તાલુકા પંચાયતના પ્રમુખ પીઠાભાઈ વારોતરીયા, તાલુકાના આહિર અગ્રણી દેવાતભાઈ ગોજીયા, નગાભાઈ ગાધેર, વિક્રમભાઈ બેલા, પરબતભાઈ વરૂ, મુરૂભાઈ વારોતરીયા, મેર અગ્રણી મેરામણભાઇ પરમાર, રબારી આગેવાન ધનાભાઈ રબારી, મુસ્લિમ અગ્રણીઓ, જિલ્લા ક્ષત્રિય આગેવાન સી.આર.જાડેજા તેમજ વિવિધ જ્ઞાતિ, સંસ્થાના આગેવાનો નિલેશભાઈ કાનાણી, રણમલભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ, માવજીભાઈ નકુમ, ધરણાતભાઈ ચાવડા, ભાટીયા પૂર્વ સરપંચ કરશનભાઇ ચાવડા, વેલાભાઇ નકુમ, કિશોરભાઈ સવનીયા, ઉકાભાઇ જીવનભાઈ ગઢવી, જીવનભાઈ ગઢવી, ભાટીયા સતવારા સમાજના પ્રમુખ નારણભાઈ ડાભી સહિતના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ચૂંટણીપ્રચારમાં જોડાયા હતા.
