Mysamachar.in-અમદાવાદઃ
આગામી 10 ડિસેમ્બરથી જામનગર સહિત રાજ્યભરમાં હાડથીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશભરમાં ઠંડીનું જોર વધી શકે છે. હાલ જામનગર અને દ્વારકામાં વહેલી સવારે અને સાંજના સમયે નહિવત ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, પરંતુ આગામી થોડી દિવસોમાં આ ઠંડી વધશે. તો દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુરુવારથી ઉત્તરીય ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને કેટલાક મેદાની વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ગુજરાતમાં હાલ ક્યાંય વરસાદ પડવાની શક્યતા દેખાઇ રહી નથી. ઉત્તર ભારતમાં ડિસેમ્બરની શરૂઆત સાથે જ ઠંડીનો કહેર પણ શરૂ થઈ ચૂક્યો છે. લદ્દાખ અને દ્રાસમાં માઈનસ 25 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર 10 ડિસેમ્બરથી હવામાનામાં ફેરફાર આવ્યા બાદ શીતલહેર શરૂ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.