Mysamachar.in-અમદાવાદઃ
શિયાળાએ હવે લગભગ વિદાઇ લઇ લીધી છે. માત્ર વહેલી સવારે અને રાતે જ ઠંડીનો હળવો અનુભવ થઇ રહ્યો છે. દિવસ દરમિયાન તડકા સાથે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. લોકો વિચારી રહ્યાં છે કે ચોમાસા અને શિયાળાએ તોડેલા રેકોર્ડ બાદ શું ગરમી પણ આ વખતે રેકોર્ડ તોડશે ? જો તમે પણ આવું વિચારી રહ્યાં છો તો હકિકત એવી છે કે આ વખતે ગરમી પણ રેકોર્ડબ્રેક પડવાના એંધાણ છે. આ વાત અમે નહીં પરંતુ રાજ્યનું હવામાન ખાતું કરી રહ્યું છે. હવામાન વિભાગે ગરમીને લઇને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગે માર્ચથી મે સુધી તાપમાન કેવુ રહેશે તેનું અનુમાન જાહેર કર્યુ છે. જેમાં પ્રાથમિક તારણમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે ઉનાળો ભુક્કા કાઢશે !
હવામાન વિભાગ ઉનાળો શરૂ થાય તે પહેલા તેનો અભ્યાસ કરે છે જેમાં તાપમાન, પવનની દિશા, સમુદ્રના તાપમાન પર અભ્યાસ કર્યા બાદ અનુમાન લગાવવામાં આવે છે કે શિયાળો, ઉનાળો કે ચોમાસુ કેવુ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાન સામાન્ય કરતા અડધો થી એક ડિગ્રી તાપમાન ઉંચુ રહેશે.અને હિટવેવની ફિકવન્સીનુ પ્રમાણ પણ વધશે.એટલે કે જે રાજ્યો ઉનાળામાં ગરમ રહે છે તે વધુ ગરમ રહેશે. તો ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં આકરી ગરમી પડશે. અને એપ્રિલ મહિનામાં તો હાથ દઝાડી દે તેવી ગરમીનો અહેસાસ થશે. વર્ષોથી ચર્ચાઇ રહ્યું છે કે ગ્લોબવ વોર્મિંગની અસર ઋતુઓ પર થઈ રહી છે અને વધુ અસર તો ઉનાળામા અનુભવા છે કારણ કે હવામાં રહેલું પદુષણ સૂર્યના કિરણોથી ગરમ થાય છે ત્યાર બાદ ઝડપથી ઠંડુ થતુ નથી જેના કારણે ગરમીનો અહેસાસ વધુ થાય છે. તો બીજુ કારણ વૃક્ષોનું નિકંદન પણ છે.