Mysamachar.in-અમદાવાદ:
ગઈકાલ સાંજથી જામનગર સહીત સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જાણે ભાઈબીજ નહિ પણ અષાઢીબીજ હોય તેવો માહોલ સર્જાઈ જતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, ત્યારે રાજ્યના હવામાન વિભાગના મનોરમા મોહંતી એ જણાવ્યું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી શક્યતાઓ વ્યક્ત કરી છે, હાલ ક્યાર સાયક્લોન 200થી 210ની ઝડપે આગળ વધી રહ્યું છે. જે બાદમાં 230 કિમી પ્રતિકલાકની ઝડપે જઈ શકે છે.
ત્યારે અરબી સમુદ્રમાં અન્ય એક સિસ્ટમ પણ સક્રિય થઈ છે. લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગયુ છે. જે 24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે પણ બે નંબરનું સિગ્નલ યથાવત છે, તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તંત્ર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે.