Mysamachar.in-જામનગર:
આગામી ચોમાસું ખુબ નજીક છે,ત્યારે સંભવિત વધુ વરસાદ અને વાવાઝોડા ની સ્થિતિ જોતા મનપા તંત્ર દ્વારા રાબેતામુજબ જર્જરિત ઈમારતોને નોટીસો પાઠવવાની શરૂઆત કરવામાં આવી છે,જે સર્વે થયો છે તેમાં ૯૬ ઈમારતો વધુ જર્જરિત હોવાનું સામે આવ્યું છે,જેમાં થી ૪૭ ને નોટીસો અપાઈ ચુકી છે,
હમણા ચોમાસું આવી જશે…ત્યારે દરવર્ષ ની જેમ આ વર્ષ પણ જામનગર મહાનગરપાલિકા તંત્ર પ્રિમોન્સુન કાર્યવાહી નું પોટલું ખોલું ને બેઠું છે,એવામા સંભવિત વાવાઝોડા કે વધુ વરસાદની સ્થિતિ ને જોતા શહેરમા વર્ષો જૂની ઈમારતો જે પડું…પડું કે પછી ઈમારતો નો કોઈ ભાગ જર્જરિત હોય તેને નોટીસો આપવાની શરૂઆત મનપાના ટાઉનપ્લાનીંગ વિભાગ દ્વારા કરવામાં આવી છે,શહેરમા આવી ૧૦૦ જેટલી ઈમારતો અને ઈમારતોનો ભાગ જર્જરિત હોય તેમાંથી હાલ ૪૭ આસામીઓને નોટીસો પાઠવી દેવામાં આવી હોવા સાથે ૧૬ જેટલી ઇમારતોને સલામત સ્થિતિએ લઈ જવામાં આવી હોવાનો અધિકારીઑનો દાવો પણ છે.
નોટીસની કાર્યવાહી મનપા દ્વારા કોઈ પ્રથમ વખત કરવામાં આવતી કાર્યવાહી નથી, દરવર્ષ ચોમાસા પૂર્વે થતી આ રાબેતા મુજબની કામગીરી છે,અને જે ઈમારતો ને નોટીસો આપવામાં આવે છે તેમાં જુના રેલ્વે સ્ટેશન સહિતની જૂની સરકારી ઈમારતોનો પણ સમાવેશ થાય છે,મનપા વિપક્ષ નેતા અલ્તાફ ખફી નું માનવું છે કે મનપાના અધિકારીઓએ જાનહાની થાય તેની રાહ જોયા સિવાય ના માત્ર નોટીસો પણ જે ઇમારતો અથવા તેનો ભાગ પડી શકે તેમ છે તેને યોગ્ય ન થાય ત્યાં સુધીની નક્કર કાર્યવાહી પણ કરવી જોઈએ..
આમ દરવર્ષની રાબેતામુજબની કામગીરી ક્યાંક મનપાને વધુ વિશ્વાસમા રાખી રહી છે,કુદરત ના કરે અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો મનપા માટે માત્ર નોટીસ આપી દેવાનો સંતોષ કેટલો જવાબદાર રહેશે તે અધિકારીઓએ અત્યારથી જ વિચારી લેવા જેવો મુદ્દો છે.