Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે જામનગર શહેરમાં વહેચાતા ખાદ્ય પદાર્થ ની ડ્રાઈવ રૂપે અલગ અલગ ખાદ્ય પદાર્થો વેચાણ સંગ્રહ ઉત્પાદન કરતા એફ.બી.ઓ.ને ત્યાં તપાસણી તથા નમુના લેવાની કામગીરી કરવામાં આવે છે.જેમાં આજે ખાદ્ય સામગ્રી (મીઠાઈ) એફ.બી.ઓ.ને ત્યાં તપાસ કરી વાસી અખાદ્ય મિસબ્રાન્ડેડ ખાધ પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે.
સૌ પ્રથમ દિગ્જામ સર્કલમાં આવેલ બાલાજી સ્વીટના ગોડાઉનમાં રૂબરૂ ઇન્સ્પેકશન કરતા આશરે 70 કિલો મોતીચૂરના લાડુ અનહાઇજેનિક કંડીશન જણાતા તપેલામાં ખાલી કરાવી તેમાં પાણી નાખી નાશ કરાવેલ છે. જે બાદ ખોડીયાર કોલોની હિમાલય સોસાયટીમાં “ક્રિષ્ના ગુલાબજાંબુ “નામની પેઢીમાં રૂબરૂ ઇન્સ્પેકશન કરતા ગુલાબજાંબુના પેકિંગ લેબલ વગર સપ્લાય કરતા જણાતા જે FSSAI ની જોગવાઈનું પાલન થતું ન હોય તેમજ તેલ પણ TPC 25 ઉપર થવા છતા ઉપયોગ કરતા હોય તેવું જણાયેલ અને ચાસણી પણ અનહાઇજેનિક કંડીશનમાં જણાઈ આવતા ગુલાબજાંબુ 45 કિલો, તેલ 30 કિલો કિમત, ચાસણી 50 કિલોનો નાશ કરવામાં આવેલ છે.

રામનગરનો ઢળિયો બેડેશ્વરમાં આવેલ રિષભ ગૃહ ઉધોગના ગોડાઉનમાં રૂબરૂ ઇન્સ્પેકશન દરમિયાન વાસી ખાદ્ય પદાર્થ તથા શંકાસ્પદ માવો જણાઈ આવતા સ્થળ પરથી લાડુ 8 કિલો, મેસુબ 35 કિલો, ફ્રીઝ કરેલ વાસી માવો 100 કિલો માવાના જથ્થો નાશ કરાવવાની કાર્યવાહી ફૂડ સેફટી ઓફિસરો એન.પી.જાસોલીયા અને ડી.બી.પરમાર સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
