જામનગર નજીક જયાં પ્રસિદ્ધ પક્ષી અભ્યારણ્ય આવેલું છે તે ખીજડીયા ગામમાં વસતા લોકો હાલ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે…..ખીજડીયા ગામમાં વસતા લોકોને હાલ પાંચથી સાત દિવસે પાણી મળે છે….તો બાજુમાંજ આવેલા ખીજડીયા સોલ્ટ પાસે રહેતા લોકોને તો કયારે અને કેટલું પાણી મળશે તે જ નક્કી નથી…ગામલોકો તરફી પાણીપુરવઠા બોર્ડને ફરિયાદ મળતાં પાણી પુરવઠા બોર્ડે પણ તપાસ શરૂ કરી છે.
કહેવા માટે તો જામનગર તાલુકાનું ડીજીટલ ગામ ખીજડીયા છે..ગામમાં અન્ય સુવિધાઓનું સ્વરૂપ ભલે ડીજીટલ થયું હોય, પણ ગામની પાણીની સમસ્યા આજે પણ ઉભીને ઉભીજ છે..જેની સાક્ષી પાણી ભરવા માટે બેડાની લગાવેલી આ કતારોની તસ્વીરો છે..ખીજડીયા ગામમાં તો પંચાયત દ્રારા ઘરે ઘરે નળ આપવામા આવ્યા છે અને નળ વાટે પાણી વિતરણ કરવામા આવે છે…..પરંતુ, ગામ નજીક સોલ્ટ વિસ્તારમાં રહેતા લોકોને નળની લાઈનજ નથી
જો કે, હાલ તો સોલ્ટ વિસ્તારમાં રહેતા લોકો અને ગામમાં રહેતા લોકો બંને પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.આ મામલે પાણી પુરવઠા વિભાગનું માનીએ તો વિભાગ દ્વારા ખીજડીયા ગામને ખીજડીયા જૂથ યોજનામાંથી જરૂરિયાત મુજબ દરરોજ ત્રણ લાખ લીટર જેટલું પાણી પુરૂ પાડવામા આવે છે..જો કે, તેમ છતાં ગ્રામજનો તરફથી પાણી ઓછુ મળતું હોવાની ફરિયાદ વિભાગને મળતાં પાણી પુરવઠા વિભાગ દ્રારા તપાસ આરંભાઈ છે.
આમ એક તરફ રાજ્યમાં સુજલામ સુફલામ ના તાયફો તો બીજી બાજુ ખીજડીયાગામ અને સોલ્ટ જેવા વિસ્તારોં પાણીના એક એક ટીંપા માટે તરસી રહ્યા છે..ત્યારે ખીજડીયા સોલ્ટ વિસ્તાર જેવી દશાઓ જામનગરના કેટલાય વિસ્તારોની છે..એવામાં જિલ્લાના ૧૧ ગામ તથા ૨૨ પરા વિસ્તારમાં ૧૦ હજાર લીટરના કુલ ૮૭.૫૦ ફેરા ટેન્કરથી પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે.અને તે વિસ્તારના લોકો પાણી ની સમસ્યા નું ક્યારે કાયમી નિરાકરણ આવશે તેની રાહ જોઈ ને બેઠા છે.