• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, May 20, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

વોર્ડ નંબર 3 ઝંખે છે પરિવર્તન-કોંગ્રેસના તરવરીયા ઉમેદવાર સહિતની પેનલનો જોરશોરથી પ્રચાર

My Samachar by My Samachar
February 13, 2021
in રાજકારણ
Reading Time: 1 min read
A A
વોર્ડ નંબર 3 ઝંખે છે પરિવર્તન-કોંગ્રેસના તરવરીયા ઉમેદવાર સહિતની પેનલનો જોરશોરથી પ્રચાર
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલીકાની ચુંટણીમા સતાધારી પક્ષને એમ હોય કે અમારા ઉમેદવારો જ ફરી ચુંટાય આવશે એટલે કે પુનરાવર્તન થશે પરંતુ વોર્ડ નંબર 3 મા કોંગ્રેસનુ મધ્યસ્થ કાર્યાલય ખુલ્યુ તે વખતે તેમજ એ સિવાય વિસ્તારોનો સર્વે કરતા હાલ તો  ચિત્ર કઇક જુદુ હોય તેવુ તારણ નીકળે છે. જામનગર શહેરનો વોર્ડ નંબર 3 હવે પરિવર્તન ઝંખે છે માટે કોંગ્રેસના તરવરીયા યુવાન શક્તિસિંહ જેઠવા સહિતના ઉમેદવારોની પેનલ વિજયી બને તેવો માહોલ સર્જાયો છે, અને ધારાસભ્ય વિક્રમભાઇ માડમએ પટેલકોલોનીમા કોંગ્રેસના ચુંટણી કાર્યાલયનુ ઉદઘાટન કર્યુ ત્યારથી લોકોનો ઉમળકો કોંગ્રેસ તરફી વધુ જોવા મળે છે તેમજ ઉમેદવારો સારી છાપ ધરાવે છે તેવા કોંગ્રેસના આ ચાર ઉમેદવારની પેનલની લોકપ્રિયતા જોવા મળે છે.

-ઉમેદવાર શક્તિસિંહ જેઠવા

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગર શહેરના વોર્ડ નંબર 3માં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પ્રચાર પુરજોશમાં કરી અને હવે પુનરાવર્તન નહિ.. પણ પરિવર્તનનું સૂત્ર સાર્થક કરી આ વોર્ડના ઉમેદવાર અને યુથ કોંગ્રેસના આગેવાન અને લડાયક એવા શક્તિસિંહ મહેન્દ્રસિંહ જેઠવા જે નાની વયે વિદ્યાર્થીકાળથી સેવાભાવના ગુણ સાથે છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમયથી વિદ્યાર્થીઓ તેમજ યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત સક્રિય રહ્યા છે, તો રાજકીય ક્ષેત્રે જામનગર જિલ્લાની કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ (NSUI) ના પ્રમુખ તરીકે સક્રિય સેવા આપેલ છે. હાલમાં શક્તિસિંહ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. શક્તિસિંહ જેઠવા સામાજિક ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. અને હાલમાં પણ જામનગર જીલ્લા રાજપૂત યુવા સંધના ઉપપ્રમુખ તરીકે સક્રિય સેવા આપી રહ્યા છે.

-ઉમેદવાર લલીતભાઇ ભાલોડી(પટેલ)

એવા જ આ વિસ્તારના બીજા અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા લલીતભાઈ ભાલોડી (પટેલ) જેવો જાણીતા વ્યાપારી ઉપરાંત આલ્ફા કલર લેબ તેમજ લાલા સેનીટરી વેરના માલિક છે, અને તેવો વેપારીવર્ગમાં અનોખું સ્થાન ધરાવે છે, વધુમાં તેવો જામનગર વેપારી મહામંડળમાં ઉપ પ્રમુખ પદે રહી વેપારીઓના નાના મોટા પ્રશ્નોના ઉકેલ લાવવા કાયમ જાગૃત રહીને સક્રિય ભૂમિકા અદા કરતા રહ્યા છે, એટલે પટેલકોલોની સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા મોટાભાગના વેપારીઓ સાથે તેવો જીવંતસંપર્કો ધરાવે છે, જયારે સામાજિક ક્ષેત્રે વાત કરવામાં આવે કડવા પટેલ સમાજના સહમંત્રી તરીકે ઘણા વર્ષ સુધી લલીતભાઈએ યોગદાન આપેલ છે, જામનગર શહેર ‘ઉમિયા સમિતિ” માં ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ છે. તેમજ સિદસર ઉમિયા માતાજી મંદિરમાં યજ્ઞ ઉત્સવ સમિતિમાં સક્રિય સભ્ય તરીકે સતત સેવા આપી રહ્યા છે. અને કોંગ્રેસપક્ષમાં તેવો જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં પ્રવક્તા તરીકે અને જામનગર શહેર કોંગ્રેસ સમિતિમાં સંગઠન મંત્રી તરીકેની સેવા આપેલ છે.

-ઉમેદવાર દીપ્તીબેન પંડ્યા

વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના મહિલા ઉમેદવારોની વાત કરવામાં આવે તો દિપ્તીબેન કમલેશભાઇ પંડ્યા જેવો BSNL જામનગરના ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ કમલેશભાઇ પંડયાના ધર્મપત્નિ છે, તેવો  યોગા ટ્રેઇનર તરીકે છેલ્લા 13 વર્ષથી સતત સક્રિય રહી સેવાઓ આપી રહ્યા છે. યોગા કેમ્પો વીના મૂલ્ય પણ યોજી સેવારત રહે છે.અને લોકોનું સ્વાસ્થ્ય કેમ જળવાઈ રહે તે માટે અથાગ પ્રયત્નો કરતા રહે છે, અને વધુમાં તેવો સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા પાંખના ઉપ પ્રમુખ તરીકે સક્રિય સેવાઓ આપી રહ્યા છે.

-ઉમેદવાર મીરાબેન રાયઠઠ્ઠા

આ વિસ્તારના અન્ય મહિલા ઉમેદવાર મીરાબેન રાજેશભાઇ રાયઠઠા જે લોહાણા સમાજના અગ્રણી અને રાજકીય વારસો ધરાવતા પરિવારમાંથી સેવાના ગુણો ધરાવે છે. રાજેશ રજનીકાંત કરશનદાસ રાયઠ્ઠા વેપારી પેઢીના વ્યાપારી તેમજ કેશરગંગા ડેવલોપર્સ કુટુંબના સેવાભાવી મહિલા અગ્રણી તરીકે ખૂબ જ સક્રિય છે.

-ભાજપના જુઠાણા સામે જનતાને જાગૃત કરતા કોંગ્રેસના ઉમેદવારો

વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના જાહેર કરેલા ઉમેદવારો દ્વારા પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે, અને ભાજપના જુઠાણાઓથી લોકોને વાકેફ કરી અને પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આ વોર્ડમાં પણ હવે પરિવર્તનની જરૂર હોય દરેક મતદાર પુનરાવર્તન નહિ પણ પરિવર્તન કરી અને શક્તિસિંહ જેઠવા સહિતની શક્તિશાળી કોંગ્રેસની પેનલને વિજયી બનાવી તેવી લોકોને અપીલ કરી રહ્યા છે, ગતસાંજે જામનગર શહેર વોર્ડ નંબર 3 ની આ પેનલના મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન પૂર્વ સાંસદ અને હાલ ખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમને હસ્તે કરવામાં આવ્યું ત્યારે તેવોએ પણ આ વિસ્તારના હાજર સૌ લોકોને પોતે પોતાની કારકિર્દી યુથ ટીમથી કરી હોય અહી પણ યુથ ટીમના હોદેદાર લડી રહ્યા હોય તેને નિરાશ ના કરી આખી પેનલને ચુંટી કાઢવા અપીલ કરી હતી,

-વોર્ડ નંબર 3 એટલે દરેક વર્ગ દરેક સમાજનો સંગમ પરંતુ  તે સૌને  સુવિધાઓ ક્યા??

વોર્ડ નંબર 3 એટલે જામનગર મહાનગરનો પોશ એરિયા, સુશિક્ષિત, સમજુ, વેપારી, ખેડુતો, ઉદ્યોગો સાથે જોડાયેલ લોકોનો વિસ્તાર એટલે વોર્ડ નં. 3 નો વિસ્તાર…. અઢી દાયકાથી એકધારૂ શાસન હોવા છતાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કહેવાતા વિકાસ કામોના ઢંઢેરા પીટયા પછી પણ વોર્ડ નં. 3 નો પોશ વિસ્તાર પ્રાથમિક સુવિધા વગરનો હોય લોકોએ પરિવર્તન કરવું પડશે તેવી હાંકલ પણ કોંગી નેતાએ મધ્યસ્થ કાર્યલયના ઉદ્ઘાટન દરમિયાન કરી હતી, કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તમામ ચૂંટણીઓમાં મત મેળવવા જથ્થાબંધ વચનોની લ્હાણી કરવી, કુલ ગુલાબી સપનાઓ બતાવી. “ગરજ પત્યે વૈદ્ય પણ વેરી” જેવું દાયકાઓથી ચાલ્યું આવ્યું છે, ત્યારે આ વખતે પુનરાવર્તન નહીં પણ પરિવર્તન લાવીએ.. “જે કહે છે તે કરે છે. તેવા સક્ષમ સબળ શકિતશાળી, લોકો વચ્ચે રહેનારા, સ્થાનિક સહેલાઈથી મળી શકાય તેવા ઉમેદવારોને મત આપી… કોંગ્રેસના ઉમેદવારોને મત આપી અને વિસ્તારના વિકાસના કામોમાં સહભાગી બનવા લોકોને અપીલ કરાઈ હતી.

-મધ્યસ્થ કાર્યાલયમા બન્યો માહોલ

ગતસાંજે પટેલ કોલોની ખાતે કોંગ્રેસના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન જયારે ધારાસભ્ય વિક્રમ માડમને હસ્તે કરવામાં આવ્યું ત્યારે કોંગી અગ્રણી  હસમુખભાઈ વિરમગામી, પી.સી.ખેતીયા સાહેબ, પ્રાણજીવનભાઈ કુંડારીયા, ધીરુભાઈ કાનગઢ,ભરતભાઈ વાળા, ડો.તૌસીફખાન પઠાણ, મહિપાલસિંહ જાડેજા,વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને કોંગ્રેસનો માહોલ બન્યો હતો.

-કોંગ્રેસની પેનલના ઉમેદચારોનો આ વિસ્તારના લોકો માટે સફાઇથી માંડી આરોગ્ય સેવા સહિતનો  મક્કમ ઇરાદો

જો કોંગ્રેસની ટીમ વોર્ડ નંબર 3 માં ચુંટાઈ આવશે તો આ છે તેના વાયદાઓ અને ઈરાદાઓ શુ છે તે જણાવ્યુ છે જેમાં

1 ચુંટાયા પછી વોર્ડમાં નિયમિત જાહેર જનતાને મળી શકે તે માટે કાર્યાલય ખોલવામાં આવશે.

2 લોકોના કોઇ પ્રશ્નો હોય તો નિરાકરણ માટે દર મહિને એક અનુકુળ દિવસે લોક દરબાર યોજવામાં આવશે.

3 વોર્ડની સમસ્યાના નિરાકરણ માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે.

4 સામાન્ય શરદી, ખાંસી, તાવ જેવી બિમારી માટે વોર્ડ નં. 3 માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કોઇ વ્યવસ્થા આજ દિવસ સુધી કરવામાં આવી નથી ત્યારે વહેલામાં વહેલી તકે મહાનગર પાલિકા તરફથી અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તેવી વ્યવસ્થા કરીશું.

5 જીવન જીવવા માટે પાણી એ ખૂબ જ અગત્યનું હોવા છતાં પાણી પૂરતા પ્રમાણમાં, પુરતા ફોર્સથી મળતું જ નથી. બહેનોએ નળરાજા સામે જ ધ્યાન રાખીને વાટ/રાહ જોવી પડે છે. લોકોને સાથે રાખી, લોકોની જરૂરિયાત મુજબ પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવીશું.

6 જામનગરના પોશ વિસ્તારોમાં વોર્ડ નં. 3 નો સમાવેશ થાય છે આ વિસ્તારમાં યોગ્ય સાફ સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકી અને કચરાનું સામ્રાજ્ય છે. ત્યારે અમો ગંદકીને સંપૂર્ણ પણે નાબૂદ કરવા સમયસર, નિયમિત સાફ સફાઇનું આયોજન કરીશું.

7 વોર્ડ નં. 3ના વિસ્તારમાં સુવ્યવસ્થિત “નગર આયોજન” ના સિધ્ધાંતોને ધ્યાને લઇ વિકાસના કાર્યો ઝડપથી કરવામાં આવશે…

8 જામનગર મહાનગરપાલિકાનો આટલો મોટો પોશ વિસ્તાર હોવા છતાં વાહન પાર્કિંગની યોગ્ય સગવડો ક્યાંય નથી. ત્યારે આ વિસ્તારમાં વધતા જતા વાહનોને સગવડતા રહે તે માટે યોગ્ય જાહેર પાર્કિંગ વ્યવસ્થા કરાવીશું.

9 આટલો મોટો વિસ્તાર હોવા છતાં શાક માર્કેટની વ્યવસ્થા નથી જો અમો ચુંટાશે તો આ વિસ્તારમાં શાક માર્કેટ માટેની યોગ્ય વ્યવસ્થા કરાવીશું.

10 યુવા ભાઇઓ/બહેનોના સર્વાગી વિકાસ તેમજ ઉજળા ભવિષ્ય માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વર્ગો શરૂ કરવામાં આવશે.

11 શારીરિક, માનસિક સ્વાથ્ય માટે યોગા સેન્ટર શરૂ કરવામાં આવશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

માર્ગ સલામતી સમિતિની બેઠક, ઓવર સ્પીડિંગ વાહનો પર કાર્યવાહી કરો : કલેકટર કેતન ઠક્કર

માર્ગ સલામતી સમિતિની બેઠક, ઓવર સ્પીડિંગ વાહનો પર કાર્યવાહી કરો : કલેકટર કેતન ઠક્કર

May 19, 2025
જામનગરના વાલીઓ, શાળાઓની દાદાગીરીના તાબે ન થશો…

જ્ઞાનસાધના શિષ્યવૃતિ યોજના : નામ બડે, દર્શન ખોટે…

May 19, 2025
હાપા અને વણથલીના રેલ્વે સ્ટેશનોની કરોડોના ખર્ચે કાયાપલટ

હાપા અને વણથલીના રેલ્વે સ્ટેશનોની કરોડોના ખર્ચે કાયાપલટ

May 19, 2025
ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, શું હોય છે તેમાં સુવિધાઓ વાંચો

કામ શરૂ : અબજોના ખર્ચે અમદાવાદ-દ્વારકા-સોમનાથ એક્સપ્રેસ-વે…

May 19, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

માર્ગ સલામતી સમિતિની બેઠક, ઓવર સ્પીડિંગ વાહનો પર કાર્યવાહી કરો : કલેકટર કેતન ઠક્કર

માર્ગ સલામતી સમિતિની બેઠક, ઓવર સ્પીડિંગ વાહનો પર કાર્યવાહી કરો : કલેકટર કેતન ઠક્કર

May 19, 2025
જામનગરના વાલીઓ, શાળાઓની દાદાગીરીના તાબે ન થશો…

જ્ઞાનસાધના શિષ્યવૃતિ યોજના : નામ બડે, દર્શન ખોટે…

May 19, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®