Mysamachar.in-જામનગર:
જેનું નામ પડતા ગુન્હેગારો સત્ય બોલવા માટે મજબુર થઇ જાય અને ગુન્હેગારોમા એક આગવી ધાક ધરાવતા અને જામનગર પોલીસ વિભાગમાં જેના ડીટેક્શન કામગીરીની હમેશા ચર્ચાઓમા રહી છે તેવા એલસીબીના બાહોશ એએસઆઈ વશરામભાઈ આહિર કે જેવોએ સ્વૈચ્છિક રાજીનામું આપી દઈ અને હવે તેવો સક્રિય રાજકારણમા જોડાઈ જશે તેવો મત વ્યક્ત કર્યો છે,
વર્ષોથી પોતાના મળતાવડા સ્વભાવ અને ગુન્હાઓનો ભેદ ઉકેલવા ની આગવી સુઝ વશરામભાઈ સાથે જોડાયેલી છે.વર્ષ ૧૯૮૪ થી પોલીસવિભાગમાં ભરતી થયેલા વશરામભાઈ આહિરે પોતાની ફરજ દરમિયાન એલસીબી,આર.આર.સેલ,વિવિધ પોલીસ સ્ટેશનો સહિત જ્યાં પણ ફરજ બજાવી ત્યાં ઉત્કૃષ્ટ કામગીરી કર્યાના આધારો બોલે છે,
પોતાની ૩૫ વર્ષની સર્વિસ દરમિયાન નીર્વિવાદિત છબી ધરાવતા વશરામભાઈ આહીરને પોલીસવિભાગ તરફથી રોકડ પુરસ્કાર,ગુડ સર્વિસ ટીકીટ,સહીત ૭૬૫ ઇનામો મેળવેલ છે,અને તેવોની પ્રશંશનીય કામગ્રીરી બદલ વર્ષ ૨૦૧૭ મા તેવોને રાષ્ટ્રપતિ સેવા મેડલ મળ્યું છે,જે આહીર સમાજ અને જામનગર પોલીસ વિભાગ માટે ગૌરવ અપાવનારી વાત છે,
એએસઆઈ તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર વશરામભાઈએ પોતાની ફરજ દરમિયાન ના ગણી શકાય તેટલા ચોરીઓ,લુંટ,ધાડ,હત્યાના ગુન્હાઓ ઉપરાંત સૌરાષ્ટ્ભરમાં આંગડિયા લુંટને અંજામ આપી તરખાટ મચાવતી તાજિયાગેંગને ૧૧ ગેરકાયદેસર હથિયાર,૧૫ લાખનો મુદ્દામાલ સહીત ૧૮ ગુન્હાઓનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી હતી,આવા તો જાલીનોટ સહીત અનેક મહત્વના કહી શકાય તેવા ગુન્હાઓમાં સિંહફાળો આપનાર વશરામભાઈ આહીરએ સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા જામનગર પોલીસ વિભાગમાં કાબેલીદાદ કર્મચારી ની ખોટ પડશે તે વાત નિશ્ચિત છે,
વશરામભાઈએ પોલીસ વિભાગ છોડી અને હવે રાજકારણના રાહ તરફ પ્રયાણ કર્યું છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામોથી પ્રભાવિત થઇ અને હવે આહીર સમાજ અને તેમના વિસ્તારના લોકો ના વધુ ઉત્કર્ષ માટે તેવો ભાજપમાં જોડાશે…
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.