Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ચરમસીમાએ છે,ત્યારે ભાજપએ ઉમેદવાર તરીકે પૂનમબેન માડમનું નામ પહેલેથી જ જાહેર કરી દેવામાં આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખુશીની લહેર સાથે મોટે ભાગે છેવાડાના ગામો સુધી પ્રચાર-પ્રસારમાં અભૂતપૂર્વ સફળતા ભાજપને મળી રહી છે,તેવામાં લાલપુર તાલુકામાં ગઈકાલે પૂનમબેન માડમનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નારી જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું,

અત્રે ઉલ્લેખનીય છે કે પૂનમબેન માડમે પાંચ વર્ષના સાંસદના કાર્યકાળ દરમિયાન સાચા લોકસેવક તરીકેનું ઉદાહરણ સમગ્ર વિસ્તારમાં પુરુ પાડ્યું છે,ત્યારે પૂનમબેન દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ કરી ચૂક્યા છે. ત્યારે લાલપુર તાલુકાના પડાણા, મચ્છુ બેરાજા, નવી પીપર સહિતના ગામોના પ્રવાસ દરમિયાન પૂનમબેન માડમનું કુમકુમ તિલક,પુષ્પગુચ્છ,ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ, ક્ષત્રિય સમાજ દ્વારા સાફો તેમજ શક્તિના પ્રતીક તરીકે તલવારની ભેટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે પ્રચાર દરમિયાન ખુલ્લી જીપમાં પૂનમબેન માડમ નીકળ્યા ત્યારે વિશાળ જનમેદનીએ આવકાર આપીને પૂનમબેનને વધાવી લીધા હતા, મચ્છુ બેરાજા ગામે તો પૂનમબેન માડમ કેન્દ્રીય પ્રધાન બને એવી મચ્છુ આઈ માતાજીને ભરવાડ અને રબારી સમાજે પ્રાર્થના કરીને સમાજના વડીલોએ પૂનમબેનને જીતના આશીર્વાદ આપ્યા હતા,લાલપુર તાલુકાના પ્રવાસ દરમિયાન પુનમબેન માડમની સભામાં પુરુષો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ભાજપ માટે જીતની શુભ નિશાનીના સંકેતો પણ માનવામાં આવી રહ્યા છે અને જિલ્લાભરમા ભાજપના વધી રહેલી તાકાતથી પ્રેરાઈને લાલપુરના કોંગ્રેસના આગેવાનોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો,આ જોતા લાલપુર તાલુકામાં પણ એક જ સૂર નીકળી રહ્યો છે કે “પૂનમબેન સિવાય વાત નહીં”.

જ્યારે પુનમબેન માડમે પણ ગામેગામ સભા દરમિયાન ગ્રામીણ જનતાને જણાવ્યું હતું કે, ભ્રામક પ્રચારથી દૂર રહીને ભાજપપક્ષના કમળના નિશાન પર મત આપજો આ મત નિષ્ફળ નહિ જાય તેવી વિશ્વાસ સાથે ખાતરી પણ આપી હતી,

મૂળ લાલપુર તાલુકાના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સમીરભાઈ ભેંસદડીયાએ પણ વીજળી ક્ષેત્રે ભાજપના શાસનમાં જ ક્રાંતિ આવી છે અને સૌરાષ્ટ્રના છેવાડાના ગામોમાં 66kv સબસ્ટેશન સહિતની સુવિધા ખેડૂતો માટે પૂરી પાડવાનું કામ ભાજપ સરકારનું જમાપાસું છે,તો પ્રવાસમાં જોડાયેલા જિલ્લા ભાજપ મહામંત્રી ચેતન કડીવારે પણ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવામાં માટે દેશભરમાં અનેરો ઉત્સાહ છે,ત્યારે લાલપુર તાલુકો પાછળ ન રહી જાય તે માટે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને મત આપીને જંગી લીડ સાથે દિલ્હી મોકલવા જનમેદનીને જણાવ્યુ હતું,

જ્યારે અભયસિંહ ચૌહાણે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત અને ટીમવર્કના કારણે જ છેવાડાના ગામો સુધી ભાજપ સરકારની વિવિધ લોકઉપયોગી યોજનાઑનો લાભ લોકો મેળવી રહ્યા છે.આ જ ભાજપની સફળતા નિશાની હોવાનું કહ્યું,

પૂર્વ કૃષિમંત્રી ચિમનભાઇ સાપરીયાએ પણ સભા દરમિયાન ટૂંકી વાત કરીને જણાવ્યું હતું કે શિક્ષિત, નિષ્ઠાવાન, કર્મઠ, લોકસેવક એવા પૂનમબેન માડમને આ વિસ્તારમાંથી જંગી લીડ આપીને જીતાડવા તેણે ઉપસ્થિત લોકોને હાકલ કરી હતી,જામનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર પ્રવીણભાઈ માડમે ભારતના ભાગ્ય વિધાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે અને ગુજરાતના પનોતા પુત્ર હોય આપણી જવાબદારી છે જામનગર જિલ્લામાંથી વધુ એક વખત કમળને દિલ્હી મોકલીને દેશહિતમાં યોગદાનના ભાગીદાર બનીએ તેમ કહ્યું હતું,લાલપુર તાલુકાના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં ગામે-ગામથી આગેવાનો, કાર્યકરો, ચૂંટાયેલા સભ્યો, સંગઠન પાંખના હોદેદારો, સરપંચો, બુથ સમિતિના કાર્યકરો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સહકારી અગ્રણીઓ સાથે પૂર્વ મંત્રી ચીમનભાઈ શાપરિયા, જિલ્લા પંચાયત સદસ્ય ગોવુભા ડાડા, અમરીબેન વરૂ, લખુભાઈ વરૂ, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમુર, કરણસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સમીરભાઈ ભેંસદડીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ ગાગલીયા, પ્રવિણસિંહ જાડેજા, કે.બી.ગાગીયા, પ્રતીક્ષાબા જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, માલદેભાઈ ચાવડા સહિત તાલુકાના આગેવાનો ઉપરાંત ભરવાડ સમાજ, ચારણ સમાજ, પુરબીયા સમાજ, જૈન સમાજ, પટેલ સમાજ, દલવાડી સમાજ, દલિત સમાજ, ક્ષત્રિય સમાજ, આહીર સમાજ, કોળી સમાજ, ખોજા સમાજ, બ્રહ્મ સમાજ, લઘુમતી મુસ્લિમ સમાજ સહિતના સમાજોએ પુરા ખંત સાથે સૌ અગ્રણીઓ પુનમબેન સાથે છે તેવી ખાતરી પણ ઉચ્ચારી હતી,

ઉપસ્થિત આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની કામગીરી, રાજ્ય સરકારની અનેક યોજનાઓ તથા કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની તથા યોજનાઓની છણાવટથી જાણકારી આપેલ, રાજ્ય સરકાર દ્વારા 66કેવી સબસ્ટેશનથી માંડી પાયાની સુવિધામાં રસ્તાઓ, પીવાનું પાણી, આરોગ્ય, શાળાના ઓરડાઓ, સિંચાઇ યોજનાઓ તથા કેન્દ્ર સરકાર દ્વારા યોજનાકીય કામગીરીમાં જનધન યોજના સહિત તેમજ લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપ, નેશનલ હાઈવે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર મજબૂત સરકારમાં સૌને સહભાગી બનવા પણ આગેવાનોએ ઉપસ્થિત નાગરીકોને સહકાર આપવા અપીલ કરી હતી.
