Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ ધ્રોલ મત વિસ્તારના કોંગી ધારાસભ્ય પ્રવિણ મુસડીયા અને ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલ વચ્ચેની વાતચીતની ઓડિયો કલીપ હાલ જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચર્ચાનો વિષય બની છે, ધ્રોલ શહેરમાં પુલીયાના લાંબા સમયથી થયેલ ખાડાના મામલે કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડિયા અને ધ્રોલ ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલ વચ્ચે ફોનમાં બઘડાટી બોલે છે, તો ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન ચીફ ઓફિસરનું વર્તન પણ સાંભળવા જેવું છે, સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલ ઓડિયો ક્લિપ બાદ હવે વાદવિવાદ નહિ પણ અટકેલું કામ થાય તે જરૂરી હોય તેમ લાગે છે.