Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના કલોલના છત્રાલ વિસ્તારમાં આવેલ GIDCમાં એક્સિસ બેંકમાં સનસનીખેજ લૂંટનો બનાવ સામે આવ્યો છે. બાઈક પર આવેલા બે શખ્સ ફાયરિંગ કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. અંદાજે ૧ કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાની શક્યતા છે. ફાયરિંગમાં બેન્કના કર્મચારીને પગમાં ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ઘટનાને પગલે કલોલ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો બેન્ક પર પહોંચી ગયો છે. પોલીસે બેંકના CCTV ફુટેજની તપાસ શરૂ કરી છે. જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.