Mysamachar.in-સુરત:
જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં ગાયનેક વોર્ડ પાસેથી નવજાત બાળકીને ઉઠાવી જવાની ઘટના થોડા દિવસો પૂર્વે સામે આવી હતી. તેવામાં આજે સુરતની સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીને અજાણી મહિલા ઉઠાવીને ફરાર થઈ જતા ભારે હોબાળો મચી ગયો છે,
આ ઘટનાની જાણે વિગત એમ છે કે, સુરતની સિવિલ હોસ્પિટલ ગાયનેક વોર્ડની બહાર માતા પોતાની ૨૫ દિવસની બાળકીને લઈને ઉભી હતી. બાળકી રડતી હોવાથી અજાણી મહિલા ત્યાં આવીને બાળકીને રડતી અટકાવવા માટે પોતાની પાસે લીધી હતી અને માતાની નજર ચૂકવીને આ બાળકીને લઈને અજાણી મહિલા ફરાર થઈ ગઈ હોવાનો મામલો સામે આવતાં હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. હાલ તો આ બનાવ અંગે પોલીસ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં રહેલ CCTV કેમેરાના આધારે અજાણી મહિલાને શોધવા માટે કવાયત હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.