Mysamacha.in:કચ્છ
ભુજથી ભચાઊ હાઇવે પર ધાણેટી પાસે પુલીયા પાસે એક ટ્રક ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત થયો હતો, બંને ટ્રક ધડાકાભેર અથડાતા આગ ભભુકી ઉઠી હતી. ગતરાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં ધાણેચી નજીક પુલિયા પાસે બે ટ્રક સામસામી ભટકાઇ હતી. બંને ટ્રક એટલી હદે ધડાકાભેર અથડાઇ કે બંને વાહનો ભડભડ સળગી ઉઠયા હતા. ટ્રકમાં સવાર ડ્રાઇવર અને કલિનર સહીત બે લોકો જીવતા ભુઝાઇ ગયા હોવાનું જાણવા મળે છે, અને હજુ સુધી તેની ઓળખ થઇ શકી નથી.પોલીસની ટીમો આ ઘટના અંગે તપાસમાં લાગી છે.