Mysamachar.in-સુરત
રાજ્યના મેટ્રો સિટીમાં સ્પાની આડમાં ઠેર ઠેર સેક્સ રેકેટ ચાલી રહ્યા હોય પોલીસ દ્વારા જયારે માહિતી મળે ત્યારે ત્યાં દરોડા પાડી અને આવા દેહવ્યાપારના ધંધાઓને ખુલ્લા પાડતા હોય છે, એવામાં સુરતમાં થાઈલેન્ડથી યુવતીઓને બોલાવી અને તેની પાસે આ સ્પામાં કામ કરાવવામાં આવતું હોય પોલીસે બન્ને થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી છે, સુરતના વેસુ વીઆઈપી રોડ પર સર્જન પેલેસ પાસે આવેલા એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં આવેલા કિમ્સ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરાવવામાં આવી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક બનાવીને એક શખ્સને સ્પામાં મોકલ્યો હતો.
જ્યાં પહેલા તેની સાથે મસાજની વાત કરીને બાદમાં વિદેશી મહિલા બતાવી શરીર સુખ માટેની પણ ઓફર કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે છાપો મારી મેનેજર દેવેન્દ્ર દવે અને કર્મચારી કૈલાશ બદ્રી યાદવને પકડી પાડ્યા હતા. સ્પામાંથી વિદેશી બે મહિલા મળી આવતા પોલીસે તેની કરાવી હતી, જ્યારે સ્પાના સંચાલક સુનિલ ખેર નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા મેનેજર અને કર્મચારી છેલ્લા બે માસથી જ નોકરી પર લાગ્યા હતા. જ્યારે પકડાયેલી મહિલાઓ થાઇલેન્ડની વતની છે. તેઓ ફેબ્રુઆરી 2020થી વિઝા મેળવી સુરતમાં આવી હતી. આ મહિલાઓ હાલ સુધીમાં અલગ અલગ સ્પામાં નોકરી કરતી હતી. બનાવ અંગે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે.