Mysamachar.in-સુરત:
કોરોના વાયરસ અને તેમાં પણ ગુજરાતના મેટ્રોસીટીની વાત આવે એટલે ત્યાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે, વાત છે સુરતની જ્યાં અઠવાગેટ વિસ્તારમાં બે બેહનો મોપેડ પર ડબલસવારીમાં જઈ રહી હતી ત્યારે તેને મહિલા પીએસઆઈ રોકતા બન્ને બહેનોનો રકજક કરી અને બાદમાં પીએસઆઈને છૂટો ફોન માર્યાના આરોપ સાથે બીનીશા અને શ્રેયાશા સામે પોલીસે જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કર્યો છે.