Mysamachar.in-જામનગર:
સોશ્યલ મીડિયા (ફેસબુક-ઇન્સ્ટાગ્રામ)માં ૧૨ લાખ જેટલા ફોલોઅર્સ ધરાવતા નેશનલ જીયોગ્રાફી વાઇલ્ડ બર્ડ ટ્રસ્ટના બ્લોગમાં જામનગરના જાણીતા ફોટો જર્નાલિસ્ટ વિશ્વાસ ઠક્કરની જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતા રાજ્ય પક્ષી ફ્લેમિંગોની તસવીરને માઈગ્રેશન વિષય પરની થીમના ટોપ-૨૫મા તથા લાંબી મઝલ કાપી જામનગરના દરિયાકાંઠે શિયાળાના મહેમાન બનતા ક્રેબ ફ્લોર પક્ષીઓની તસ્વીર ગ્રુપના કવર પર સ્થાન પામી છે જે જામનગર માટે ગૌરવ કહી શકાય. આમ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં જામનગર અને કચ્છ તથા પોરબંદર દેશવિદેશના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. ખાસ કરીને જામનગરનો દરિયાઈ ખાડી વિસ્તાર અને તેની નજીકના મીઠા પાણીના સ્ત્રોત ૩૦૦ થી વધુ પ્રકારના દેશવિદેશના પક્ષીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.