Mysamachar.in:જામનગર
આજના સમયમાં સરકારી નોકરી મળે તે માટે યુવાઓ અથાગ પ્રયાસો કરતા હોય છે,પણ આવા યુવાઓને ઠગવા માટે કેટલાક ભેજાબાજ લોકો હોય છે જે આવા યુવાઓને નોકરી અપાવવાને નામે ઠગાઈ આચરતા હોય છે જામનગરમાં સી ડીવીઝન પોલીસ મથકમાં આવી જ બે ફરિયાદો સામે આવી છે, જેમાં ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે બે ફરીયાદોની વિગતો પર નજર કરીએ તો, જેમાં લાલપુર ના ગજણા ગામે વસવાટ કરતા ધર્મેન્દ્રગીરી ગોસાઈ અને લાલપુરમાં જ રહેતા વિપુલ પરમારે મૂળ જામજોધપુરના અને હાલ જામનગર ખોડિયાર કોલોનીમાં વસવાટ કરતા વિશાલ હેમતભાઈ કણસાગરા વિરુદ્ધ કલમ 406,420 મુજબ ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી અપાવવાની લાલચે ધર્મેન્દ્રગીરી પાસેથી 1 લાખ જયારે વિપુલ પરમાર પાસેથી 90,000 પડાવી લઇ આમ બન્ને આસામીઓ સાથે ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી અપાવવાની લાલચે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યા સબબની ફરિયાદ પરથી સી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.