Mysamachar.in-અમદાવાદ
પોલીસ ના હોવા છતાં પણ પોલીસની ઓળખ આપી અને રોફ જમાવવો બે શખ્સોને ભારે પડ્યો છે, અને અસલી પોલીસને હાથે ઝડપાઈ જવા પામ્યા છે, અમદાવાદના કુબેરનગરમાં જૂના જી-વોર્ડમાં રહેતાં સીતાબેન રૂપાજી ઠાકોર અગાઉ દેશીદારૂ વેચતાં પકડાયાં હતાં અને હાલ છૂટક મજૂરી કરે છે. મંગળવારે તે ઘરે એકલાં હતાં ત્યારે બે અજાણ્યા પુરુષે ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી દારૂનો કેસ કરવા આવ્યા હોવાનું જણાવ્યું અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું હતું, પરંતુ સીતાબેનને શંકા જતાં તેમણે બંનેને વાતોમાં મશગૂલ રાખ્યા હતા. દરમિયાન તેમનો પુત્ર ઘરે આવ્યો હતો અને બંને પોલીસ ન હોવાનું જણાતાં કન્ટ્રોલ રૂમમાં ફોન કરી ખરાઈ કરી હતી. સીતાબેને ફરિયાદ નોંધાવતાં સરદારનગર પોલીસે સુરેન્દ્ર ટીલવાની (પાલનપુર), પ્રકાશ ચારણ (કુબેરનગર) નામના બે શખ્સની ધરપકડ કરી છે.આમ નકલી હોય અસલી હોવાનો રોફ મારવા જતા ઝડપાઈ જવા પામ્યા છે.