Mysamachar.in-જૂનાગઢઃ
લાખોની સંખ્યામાં શ્રદ્ધાળું જેની રાહ જોઇ રહ્યાં હતા એ ગીરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે શરૂ થઇ ગઇ છે. દર વર્ષની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળું ઉમટી પડ્યા છે. જો કે લીલી પરિક્રમામાં બે યાત્રાળુનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે. દ્રોણ ગામમાં રહેતા 60 વર્ષિય ગોબર ભોડા ડાભીનું પ્રથમ પડાવ જીણાબાવા મઢી પાસે હ્યદય રોગના હુમલાને કારણે મૃત્યું થયું, જ્યારે બીજા પડાવમાં માળવેલા ઘોડી પાસે ભાવનગરના રહેવાસી 40 વર્ષિય રાઠોડ અશોક ચનાભાઇનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનારની લીલી પરિક્રમાનો મધ્યરાત્રીથી વિદેશી મહિલા જે મૂળ દક્ષિણ કોરીયાની રહેવાસી છે તેના હસ્તેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો ગુરૂવારેની રાત્રે એક લાખથી વધુ યાત્રાળુઓએ પરિક્રમા રૂટમાં પ્રવેશ કર્યો હતો. પરિક્રમા દરમિયાન પોલીસ અને આરોગ્યના કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યાં છે. ગીરનારની તળેટીમાં અનેક સેવાકીય કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.