Mysamachar.in-દાહોદ:
આપણે ત્યાં બાઈક પર ત્રીપલ સવારીની મનાઈ છે, છતાં પણ દાહોદમાં બે બાઈક સવારો ત્રિપલ સવારીમાં નીકળ્યા અને મોતનો ભેટો થયાની દુખદ ઘટના સામે આવી છે, દાહોદના હડમત ગામે મોડી રાત્રે ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત સર્જાયો છે. બે બાઈક સામસામે ટકરાતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં યુવકોની ગંભીર બેદરકારી સામે આવી છે. બંને બાઈક પર 6 યુવકો સવાર હતા. સરકાર દ્વારા વારંવાર ટ્રાફિક નિયમોની સૂચના આપવામા આવે છે,છતાં નિયમ પાલન કરનાર વાહનચાલકોની સંખ્યા ખુબ ઓછી છે,આ ઘટનામાં બંને બાઈક પર 6 યુવકો સવાર હતા અને દાહોદના હડમત ગામે મોડી રાત્રે બે બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવકોને વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.