Mysamachar.in-જૂનાગઢ
આપણે ત્યાં એવું કહેવાતું હોય છે, કે જ્યાં ખાઈ ત્યાં ખોદવું ના જોઈ…પણ આજની સ્વાર્થી દુનિયામાં આવા સિદ્ધાંતો નેવે મુકાઈ રહ્યા છે, આવું જ કઈક સાર્થક થયું જુનાગઢમાં આવેલ સોની વેપારીની દુકાનમાં…. જૂનાગઢના માંડલીયા જ્વેલર્સમાં પણ કઈક આવું જ થયું હતું. અહીંયાથી 1.984 ગ્રામ કાચું સોનું જેની કિંમત 89,00,419 રૂપિયા થાય છે તેની ચોરીની ઘટના સામે આવી હતી, જે બાદ પોલીસ વિવિધ કડીઓ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી અને અંતે પોલીસને સફળતા મળી છે,
જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 19મી એપ્રિલના રોજ કિરીટભાઈ માંડલીયાએ ફરિયાદ નોંધાવી હતી. તેમની કારખાનામાં લાકડાના દરવાજાનો નકૂચો તોડી અને કારખાનામાંથી 1.984 ગ્રામ કાચું સોનું જેની કિંમત 89,00,419 રૂપિયા થાય છે તેની ચોરી થઈ હતી દરમિયાન આ ચોરી કારખાનામાં કામ કરતા બંગાળી મજૂર અબ્દુલ ફીરોજ અબ્દુલઅજીમ, સમ્રાટ અજીત નામના શખ્સોએ કરી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ શખ્સો મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં છૂપાયેલા છે. જેથી આરોપીઓ અન્ય કોઈ સ્થળે નાશી જાય તે પૂવે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને મહારાષ્ટ્રમાં તપાસ કરવાતા બંને શખ્સોને ત્યાં હોવાની જાણ થઈ હતી.
જેથી પોલીસે ટીમ મોકલી અને આ બંને શખ્સોને મહારાષ્ટ્રથી ક્રાઇમ બ્રાન્ચ ઝડપી લાવી હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચે ઝડપાયેલ શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરતા ઝડપાયેલ શખ્સો પાસેથી કાચુ સોનું, સોનાના નેકલેસ, બંગડી, બુટી, પેન્ડલ, વીટી, પાટલા, હાર, બ્રેસલેટ, પાયલ ચાંદીના ચેન વીટી સહિત 64.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. બંન્ને આરોપીઓ અબ્દુેલ ફીરોજ અબ્દુપલ આજીમ, હાલ રહે.એસ્ટાતર પેલેસ, અંજટા ટોકીઝ પાસે-જુનાગઢ (મુળ ગામ-બડાખજૂરીયા, તા.મગરા, જી.હુગલી-પશ્ચિામ બંગાળ) અને સમ્રાટ અજીત મલીક હાલ રહે.એસ્ટાોર પેલેસ, અંજટા ટોકીઝ પાસે-જુનાગઢ (મુળ ગામ-નમાજગઢ, તા.મગરા, જી.હુગલી-પશ્ચિીમ બંગાળ) વાળાને જૂનાગઢ લઇ આવી આગળની કાર્યવાહી અર્થે એ ડીવીઝન પોલીસને સોપવામાં આવેલ છે.
બંન્ને પાસેથી કાચુ સોનુ (તાર, પટી, બોલ, ડાયપીસ, ચેન) કિ.રૂ.46,54,364 તથા સોનાની ફેન્સીવ ડીઝાઇનવાળા નેકલેસ નંગ-8, સોનાની બંગડી નંગ-1, સોનાની જુદી જુદી ડીઝાઇનવાળી કાનની બુંટી નંગ-31, સોનાનું પેન્ડસલ-1, સોનાની વીટી-1, સોનાની બંગડીઓ નંગ – 6, સોનાનો પ્લાઅસ્ટીર હાર -1, સોનાના બ્રેસલેટ નંગ -10, ચાંદીના પાયલ-2, ચાંદીનો ચેન -1, ચાંદીની વીટી નંગ -2 કિ.રૂ.18, 09, 774 મળી કુલ રૂ.64,64,138 નો ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જેો કરી રીકવર કરવામાં આવેલ છે.