Mysamachar.in-કચ્છ
ભુજ જીલ્લાના સામખિયાળી હાઈવે પર કોઇ ભારે વાહન પાછળ ટ્રક ઘુસી જતા તેના ડ્રાઈવર અને ક્લીનર ગંભીર રીતે ઘવાતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. ટક્કર કેવી થઈ હશે તેનો અંદાજો ટ્રકનો બુકડો વળી ગયેલ સ્થિતિ પરથી જોઈ શકાય છે, બનાવ અંગે સામખિયાળી પોલીસ મથકે મૃતકના નાનાભાઈ દીપકભાઈ વાણીયાએ નોંધવાતા જણાવ્યું કે તેમના 33 વર્ષીય મોટા ભાઈ બહાદુરભાઈ ઉર્ફે બાબુભાઈ મગનભાઈ વાણીયા ડ્રાઈવર તરીકે ટ્રક ચલાવી રહ્યા હતા અને 29 વર્ષીય પ્રવીણભાઈ મગનભાઈ વાણીયા (રહે. બંન્ને પીપળી, સુરેંદ્રનગર) તેમા ક્લીનર તરીકે સવાર હતા અને વહેલી સવારે તમન્ના હોટલની સામે ટ્રક પહોંચી ત્યારે આગળ જતા કોઇ વાહનના ઠાઠાના ચાલકે વાહન ભટકાડી, જોરદાર ટક્કર થઈ હતી અને પાછળથી ટક્કર થનાર ટ્રકની કેબિનના ભાગનો બુકડો વળી ગયો હતો.
જેમાં સવાર ડ્રાઈવર બહાદુરભાઈ અને ક્લીનર પ્રવીણભાઈનું શરીર ભારે ઈજા પહોંચતા સ્થળ પરજ મોત નિપજ્યું હતું. આગળ જતા અજાણ્યા ટ્રકે અચાનક બ્રેક મારતા આવી ઘટના બની હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ભારે મહેનત કરીને બન્ને ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમને પીએમ માટે લાકડીયા ખસેડાયા હતા અને ટ્રકને ક્રેન વડે સાઈડ કરાઈ હતી.