Mysamachar.in-સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ-કોઠારિયા રોડ પર સૂડવેલ સોસાયટી પાસે 3 વાહન વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું. બનાવની જાણ થતા 108 તેમજ પોલીસ ઘટના સ્થળે ધસી જઇને કાર્યવાહી કરાતા 4 ઇજાગ્રસ્તને સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં લઇ જવાયા હતા. ઇકો ગાડી, ટાટા ફોરવ્હીલ કાર તેમજ એક મોટા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.