Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં એટીએમમાં થી ચોરી અને ચોરીના પ્રયાસના કિસ્સાઓ સામે આવતા રહે છે, એવામાં થોડા દિવસ પૂર્વે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એટીએમ મશીનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી કપિલ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી પાંચેક દિવસ પહેલા તેને પૈસાની જરૂર હોવાથી સવારે પાંચેક વાગ્યાની આસપાસ ડ્રાઇવ ઇન રોડ પર ફરી રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઈવ ઇન રોડ પર આવેલ એસબીઆઈના એ ટી એમ પર સિક્યુરિટી ગાર્ડના હોવાથી તેના એક્ટિવામાં રહેલ ડિસમિસ લઇને ચોરી કરવાના ઇરાદે પહોંચ્યો હતો. અને મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમય વધુ થઈ જતા કોઈ આવી જશે તેવા ડરથી તે જતો રહ્યો હતો. અને આમ આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.