mysamachar.in-જામનગર
દેશના જવાનો તો કાશ્મીર ના પુલવામાં શહીદ થયા પણ આજે તેની યાદમાં દેશની દરેક આંખો ભીની છે,દરેક દેશવાસીને હૈયે આંતકીઓ સામે બદલો લેવાની ભાવના જાગી ચુકી છે,અને શહીદ દેશના એ વીરજવાનોની આત્માને ઈશ્વર શાંતિ અર્પે તે માટે રાજ્ય અને દેશ સહીત જામનગરમાં પણ શ્રદ્ધાંજલિના વિશેષ કાર્યક્રમો વિવિધ ગ્રુપ અને મંડળો દ્વારા યોજાઈ રહ્યા છે,જે ખરેખર બિરદાવવાલાયક છે,
જામનગરના જાણીતા વિશ્વાસ ગ્રુપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આજે મીણબતી સાથે ગ્રુપના સભ્યો ઉપરાંત જામનગરના નાગરિકો પણ મોટીસંખ્યામાં ડીકેવી સર્કલ ખાતે એકત્ર થયા હતા,અને સ્વામી વિવેકાનંદ ના સ્ટેચ્યુ પાસે શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ઉપરાંત ગ્રુપ દ્વારા ત્રણ લાખ જેટલો ફાળો પણ શહીદો ને આપવા માટે એકત્ર કરવામાં આવ્યો છે,તો બીજા કાર્યક્રમમા જામનગરના લાલબંગલા સર્કલ નજીક જનસેવા ફાઉન્ડેશન દ્વારા કેન્ડલમાર્ચ યોજી શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી,જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા,
તો શહેરમા જ યોજાયેલા ત્રીજા કાર્યક્રમમા વોર્ડ નંબર છ ના સ્થાનિકો દ્વારા ડીફેન્સકોલોની થી દિગ્જામ સર્કલ સુધી કેન્ડલમાર્ચ યોજી અને શહીદોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી,જે કેન્ડલ માર્ચમા પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા,હાપા રેલ્વે કોલોની ખાતે પણ સ્થાનિકો દ્વારા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજી શહીદોની આત્માની શાંતિ માટે મૌન પાડવામાં આવ્યું હતું,આમ શહેરના ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકો અશ્રુ ભીની આંખો એ શહીદોને યાદ કરી અને શ્રદ્ધાંજલિ અર્પવા ના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા