Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા કલેક્ટરએ તાજેતરમાં કરેલી બદલીઓના હુકમના સપ્તાહ બાદ હવે ઘેરા પ્રત્યાઘાત શરૂ થયા છે કેમકે આ બદલીઓના હુકમોના તરત બાદ તો મહદઅંશે તો સ્ટાફ તેની બદલીઓના સ્થાને હાજર થઇ ગયા પરંતુ અમુક કર્મચારીઓએ હુકમ ફરે તે માટે જુદા જુદા લેવલેથી પ્રયત્ન કરી લીધા પરંતુ કલેક્ટર ભાવિન પંડ્યા “સેવા અને શીસ્તના નિયમો” તેમજ “બદલીઓના માર્ગદર્શક સિદ્ધાંતો” ઉપરાંત ફીડબેક ઓબઝર્વેશન વહીવટી હિત વગેરે અનેક બાબતોનુ સંકલન કરનારા છે માટે મોટેભાગે તેમના હુકમોમાં ફેર વિચારણાને અવકાશ નથી હોતો બીજી તરફ નિવાસી અધીક કલેક્ટર ભાવેશ ખેર પણ હાલારની નાડના પારખુ છે (વર્ગ ૩ ના મોટાભાગના કર્મચારીઓ સ્થાનીક જ હોય ને) તેઓ કલેક્ટરના અભિગમ સાથે કદમ મીલાવે જ છે સાથે તેમનો જામનગર જીલ્લાનો બહોળો અનુભવ, વખતો વખતના સ્ટાફ સાથેના ડીલીંગના નીરીક્ષણ વગેરે પણ બદલીઓ હોય કે બીજા રોજ બરોજના હુકમો હોય દરેકમાં મહત્વપુર્ણ અને સપોર્ટીંગ બની રહે છે તે દરમ્યાન તાજેતરની નોંધપાત્ર સંખ્યામાં કલેક્ટરેટ(કલેક્ટર કચેરીની મુખ્ય બ્રાંચ) સહિત રેવન્યુમાં 58 બદલીઓના હુકમ અભ્યાસપુર્ણ છે,
તો સામે છેડે આ હુકમોના અમુક ” લાભાર્થીઓ”ની ટાઢ ઉડાડનારા આ હુકમો અનુભવાયા હોય તેવુ ચર્ચાય છે ઠંડકમાં હુંફ ગમે પણ સાવ ઠંડાગાર કરી નાંખે એવો વાયરો ન ગમે તેમ પણ અમુક સ્ટાફ અનુભવે છે અમુક સ્ટાફ માટે આ બદલીઓ શીખામણરૂપ છે માટે જ બદલી થઇ ત્યારે તો સૌ પ્રથમ વધુ નહી પણ બદલીના સ્થળે હાજર થયા બાદ હજુ કોને ખબર કેમ?? ઘણાખરા હજુ “સેટ” નથી થયા….!!! તેવુ સમીક્ષકોનું તારણ છે નહીતર બદલીઓ કે બઢતીઓ એ તો સરકારમાં ફરજનો ભાગ જ છે અને વિભાગમાં આવ્યા તો જુદી જુદી ફરજો બજાવવાની જ હોય છે તે માનસીકતા અધીકારીઓની અને કર્મચારીઓની હોય છે અને હોવી પણ જોઇએ,
વળી શાસકોને અસરકર્તા, દરેક વર્ગના લોકોને સ્પર્શતા-ધંધા ઉદ્યોગને પણ લાગુ પડતા વિભાગોમાં “વિદેશી આક્રમણ”ની જેમ, નહી તો ચોક્કસ બાહ્ય પરીબળો અસર કરતા હોય છે સદનસીબે જામનગર કલેક્ટરના આ વખતની બદલીઓના હુકમોમાં કોઇ બાહ્ય પરીબળની અસર વગર નિયમોનુસારના સંતુલીત હુકમો થયા છે છતા…. અમુક સ્ટાફને બદલવુ ન હતુ……અમુકને ચોક્કસ જગ્યાએ જ બદલવુ હતુ…….અમુકને બીજા બદલે એમાં રસ હતો……અમુકને ઓવર કોન્ફીડન્સ હતો……અમુકને “પેઢી” જેવુ લાગવા મંડ્યુ હતુ…….(અમુક સ્ટાફ બાહ્ય “પરીબળો” ઉપર નભતા હોય છે) વગેરે વગેરે સમીક્ષા જાણવા મળી છે પરંતુ બદલીઓના હુકમ “ડીઝર્વીંગ” હોવાનુ આંતરીક સુત્રો જણાવે છે, જો કે જામનગર મથકે ફરજ બજાવનારને તાલુકા મથકે જવુ તુરંત નથી ગમતુ હોતુ કેમકે પરીવારના પ્રશ્ર્નો, શિક્ષણ-આરોગ્ય સુવિધાઓ, મીટીંગો માટે દૂર પડી જાય, ફાઇલો લઇને રૂબરૂ આવવુ પડે તો દર વખતે સાનુકુળ ન રહે.
પરંતુ જે તલાટી કે નાયબ મામલતદાર દુરંદેશીવાળા છે તેમને જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય મામલતદાર કે પ્રાંત, લાલપુર જામજોધપુર મામલતદાર કે પ્રાંત કચેરીઓમાં બદલીઓ સહર્ષ સ્વીકારી હોવાનુ એક અનુમાન છે અને કામનો નિકાલ તો બધી જ કચેરીઓમાં જરૂરી છે(અરજીઓ ના-મંજુર કે દફતરે કરી કે પરત મોકલી તેવા નિકાલ નહી પરંતુ પ્રવર્તમાન નિતિ અનુસાર મળવાપાત્ર જોગવાઇઓ ધ્યાને લઇને થયેલા હુકમ કે ફરીયાદોને ધ્યાને લઇને થયેલા તપાસના હુકમવગેરેને ખરા “નિકાલ”ગણાય……જામનગર કલેક્ટરેટના પત્રકોના આંકડા આ ખરા નિકાલના આકડા હોય છે જે અધીકારીઓની કાર્યદક્ષતા, જનતાના પ્રશ્ર્નોને પ્રાધાન્ય આપી ઝડપી નિકાલની કલેક્ટરની દરેક સંકલન વખતેની સુચનાઓ,અધીક કલેક્ટરની ફોલોઅપ નિતિ,સ્ટાફની જહેમત વગેરેનો સમન્વય ગણાય છે
ડીઝાસ્ટરની ખાસ કરીને ફ્લડ કંટ્રોલની જગ્યાઓની મુદત પુરી થઇ હોઇ જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર તલાટીઓ અને નાયબ મામલતદારોની બદલીઓ જે નવેમ્બરમાં જ અપેક્ષીત હતી ત્યારે હોમવર્ક થઇ પણ ગયુ હતુ અમુકને આડકતરો સંકેત પણ મળી ગયો હતો અમુક કિસ્સાઓમાં જેન્યુઇન લોકોની ફરીયાદ હતી અમુક સમયની માંગ હતી અમુકમાં નિયમોનુસાર જરૂરી હતુ અમુકમાં જાહેર હિતમાં બદલવાની જરૂર ન હતી
આવા અનેક તારણો મુલ્યાંકનો અભ્યાસો કરીને જામનગર જિલ્લા કલેક્ટરએ 15 તલાટીઓ અને 43 નાયબ મામલતદારો બદલીઓના તાજેતરના હુકમ કર્યા છે તેમજ એક ક્લાર્કની આંતરીક બદલી/ કામગીરી ફેરનો હુકમ કર્યો છે જે અંગે અધીક કલેક્ટરનુ પણ ઓબઝર્વેશન કામ આવ્યુ છે અને સમીક્ષા કરીએ તો સંતુલીત હુકમો થયા છે કલેક્ટર ભાવિન પંડ્યાની નિપુણતા અને સીધીજ તાબાની કચેરીઓની જાણકારીઓ અને કચેરીઓની ચર્ચાઓ અને ગણગણાટનો સંપુર્ણ ખ્યાલ છે તે આ હુકમોમાં તરી આવી, પરંતુ સપ્તાહ બાદ હજુય બદલી પામેલાઓમાંથી “અમુક” હજુ “રાગે નથી પડ્યા” તેમની ઠંડી ઉડેલી જ છે ,”હુંફાળુ ગરમ” અનુભવાય છે, મનથી સ્વીકારી નથી શકતા..જો કે થાળે પડી જશે તે “અમુક” સમય દરેકનો ઉકેલ હોય છે તેમ…..અને ઉચ્ચ અધીકારીઓનું સમજણ ભર્યુ મૌન “હુકમો”થી બોલતુ હોય છે.