Mysamachar.in-જામનગર:
જામનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટીમે એક રીટાયર્ડ સીનીયર સીટીઝન કર્મચારી જેનું એટીએમ કાર્ડ અને પીન મેળવી અને લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરનાર ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળી છે, જામનગર સાઈબર ક્રાઈમ વિભાગના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝાના માર્ગદર્શનમાં ટીમો કામગીરી કરી રહી છે, એવામાં અમુક સમય અગાઉ જામનગરના એક સિનીયર સીટીઝનનું ATM કાર્ડ ચોરી કરી તેઓની જાણ બહાર ગમે તે રીતે એ ATM કાર્ડનો પીન મેળવી એ પીનનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી નિવૃત કર્મચારી એવા સિનીયર સીટીઝનના બેન્ક ખાતામાંથી કુલ રૂપીયા 4,68,534/- ઉપાડી ચોરી તથા સાયબર અપરાધ અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવેલ
જે બાદ ટેકનીકલ તપાસ હાથ ધરવામાં આવતા ફરીયાદીનાં ગયેલ નાણાની બેંક ડીટેલ મંગાવી તેનું એનાલીસીસ કરતા એકાઉન્ટ ધારકની તપાસ દરમ્યાન આરોપીઓના લોકેશન જામનગર ગુલાબનગર વિસ્તાર ખાતેનાં આવતા હોવાથી સાયબર ક્રાઇમ ખાતે ટીમે આરોપીના લોકેશનની ડીટેલ મેળવી રાહુલ પ્રવીણભાઇ થારેયા જે ગુલાબનગર કીષ્ના પાર્ક રહે છે તેને ઝડપી પાડ્યો છે.
આ અંગે વધુ વિગતો આપતા પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા કહે છે કે ઝડપાયેલ ઇસમ ભોગ બનનારનો કૌટુંબિક ભાણેજ થાય છે અને તે થોડા સમય પૂર્વે મામાને ઘરે ગયો ત્યારે ત્યાંથી તેનું એટીએમ કાર્ડ ઉઠાવી લીધું હતું અને બાદમાં થોડો સમય બાદ ફરીથી ત્યાં જઈ મામાને કાર્ડ બંધ કરાવવા પીન નંબર મેળવી લઇ અને તેના મારફત તે કાર્ડથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યાનું અમારી તપાસમાં સામે આવ્યું છે,આમ કપટપૂર્વક ATM પીન મેળવી ભોગબનનારના ખાતામાં રહેલ 4,68,534/ રૂપીયા અલગ-અલગ સમયે ATM દ્વારા વિથડ્રો કરી, સોનાની ખરીદી,અન્ય વિવિધ રીતે ઉપયોગ કરી ગુનો કરેલ હોવાનું તપાસમાં ખુલતા વધુ કાર્યવાહીઓ ચાલી રહી છે.