Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં વીજશોક લાગતા ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક દંપતી અને એક શ્રમિકનો સમાવેશ થાય છે. ત્રણેય મૃતકો મકાનમાં આવેલ વાડામા મગફળીનો ભુસો ભરવાનુ કામ કરતા હોય દરમ્યાન લોખંડના પતરાના માંડવામા લાગેલ લોખંડનો તાર અડી જતા ત્રણેયને વીજશોક લાગતા મોતને ભેટ્યાનું જાહેર થયું છે.
આ દુર્ઘટના બનતા જ આસપાસના લોકો ત્યા આવી પહોંચ્યા હતા. ત્રણેય મૃતદેહોને કાલાવડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. કાલાવડ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં ગતસાંજે વીજ કરંટની દુર્ઘઘટનામાં રવજીભાઈ જેસાભાઈ રોલા, ઉંમર વર્ષ-65, સવીતાબેન રવજીભાઈ રોલા, ઉંમર વર્ષ-62, અને બુધ્ધાભાઈ ધીરુભાઈ વાજેલીયા, ઉંમર વર્ષ-25 આ ત્રણેયના વીજશોક લાગતા મોત થવાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.


