Mysamachar.in-સુરત
લોકડાઉન વચ્ચે બંધાણીઓ પોતાના બંધાણ પુરા કરવા તેને બંધાણ પૂરું પાડનાર પણ મળી રહે છે, ત્યારે થોડા દિવસો પૂર્વે જ અમદાવાદમા એકટીવાની ડેકીમાંથી દારુ, ગઈકાલે એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેર અને હવે આજે સુરતમાંથી દુધના કેનમાં માવા ભરીને નીકળેલા એક શખ્સ ને પોલીસે શંકા જતા રોકીને તપાસ કરતા દુધના કેનમાંથી માવા મળી આવ્યા હતા, લોકડાઉન છે ત્યારે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. કેટલાક લોકો આ છૂટછાટનો દૂરુપયોગ કરતા જોવા મળે છે. વ્યવસનીઓ પોતાની તલપ વગર રહી શકતા નથી. ત્યારે આવા સમયે આવા લોકો મોં માગ્યા રૂપિયા આપીને વ્યસન કરતા હોય છે.
ત્યારે આવી તક વેપારી પણ ઝડપી લેતા હોય છે, ત્યારે આવા લોકોને દુકાન આવશ્યક ચીજવસ્તુમાં નહિ આવતી હોવાથી બંધ રાખવામાં આવી છે વ્યસનીઓ પોતાની જરૂર પુરી કરવા વેપારીને કહે છે અને વેપારી તમામ વસ્તુ તેમની સુધી પહોંચાડતા હોય છે. દરમિયાન ગઈકાલે બપોરે શહેરના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી એક શખ્સ દૂઘનું કેન મોટર સાયકલ પર બાંધીને પસાર થઈ રહ્યો હતો. આ શખ્સે તેનું દૂધનું કેન વ્યવસ્થિત રીતે બાંધ્યુ નહોતું. શખ્સે માસ્ક પણ પહેર્યુ નહોતું તેથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસે આ શખ્સને રોકીને દૂધના કેનની તલાશી લેતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. દૂધના કેનમાંથી મોટી સંખ્યામાં કાચી-135ના માવા મળી આવતા તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.