Mysamachar.in-કચ્છ
ભચાઉ તાલુકાના શિવલખા પાસે આવેલા સોલાર પ્લાન્ટ નજીક વળાંક ઉપર ટ્રેક્ટર પલટી મારી જતાં નીચે દબાયેલા ચાલક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જયારે આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે, ગત મોડી રાત્રે બનેલી આ જીવલેણ ઘટનામાં સોલાર પ્લાન્ટની પ્લેટો સફાઇ કરવાનું કામ કરી ટ્રેક્ટર ટેન્કર લઇને મોડી રાત્રે રૂમ તરફ જઇ રહ્યા હતા ત્યારે વણાક ઉપર જ ટ્રેક્ટર ચાલક રાહુલ રવિશંકર નિસાદે કાબુ ગુમાવતાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જેમાં ટેન્કર નીચે દબાતાં તેમના 19 વર્ષીય ભાઇ વેજનાથ રામધાર નિસાદ, 20 વર્ષીય ટ્રેક્ટર ચાલક રાહુલ અને 19 વર્ષીય બબલુકુમાર ફાગુરામ કુમારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, તો લવકુશ, રાજેશકુમાર અર્જુનદાસને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી લક્ષ્મીનારાયણ અને રાકેશકુમાર કૂદી ગયા હોવાને કારણે બન્નેને ઇજા પહોંચી ન હોવાનું તેમણે જણાવ્યું છે.