Mysamachar.in-ગાંધીનગર:
દિવાળીના પ્રસંગે ગુજરાતમાં પોલીસ બેડામાં ચર્ચા ચર્ચા થઈ ગઈ. આજે દિવાળીએ ગુજરાતના 17 આઈપીએસ ઓફિસરોને બદલી અને પ્રમોશનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. દિવાળીના દિવસે IPS અધિકારીઓની બદલી એકસાથે કરાઈ છે. સાથે જ અનેક IPS અધિકારીઓને પ્રમોશન મળ્યા છે. કુલ મળીને 17 IPS અધિકારીઓની બદલીનો ઓર્ડર છૂટ્યો છે. અમદાવાદ શહેરના 3 અધિકારીઓની બદલી કરાઈ છે. તો રાજકોટના પોલીસ કમિશનરની પણ બદલી થઈ છે. તો રાજકોટ રેંજ આઈજી તરીકે કડક છાપ ધરાવતા અશોક યાદવને મુકવામાં આવ્યા છે.
-ખુરશીદ અહેમદની ગાંધીનગરમાં એડીજીપી પ્લાનિંગ-મોડર્નાઈઝેશન
-રાજકુમાર પાંડિયન બન્યાં રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ
-અજય ચૌધરીની જેસીપી સ્પેશિયલ બ્રાંચમાં બદલી
-ગૌતમ પરમાર બન્યાં આઈજીપી ભાવનગર રેંજ
-પિયુષ પટેલને સુરત આઈજીપી રેંજ બનાવાયા
-મયંકસિંહ ચાવડાને આઈજીપી જૂનાગઢ રેંજ બનાવાયા
-સંદીપસિંહની બદલી વડોદરા રેંજ આઈજીપી તરીકે
-ચિરાગ કોરડીયા ડીઆઈજીપી ગોધરા રેંજ બનાવાયા
-ડીએચ પરમાર જેસીપી ટ્રાફિક સુરત
-નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1 એડિ.કમિશનર
-અશોક યાદવને રાજકોટ રેંજ આઈજી બનાવાયા
-એમ.એસ.ભરાડા એડિ.પોલીસ કમિશનર સેક્ટર 2 અમદાવાદ
-મનોજ નિનામાને વડોદરાના એડિ.પોલીસ કમિશનર
-એ.જી ચૌહાણ એડિ.કમિશનર ટ્રાફિક પોલીસ સુરત
-સૌરભ તોલંબિયા એડિ.કમિશનર ટ્રાફિક-ક્રાઈમ રાજકોટ
-આર.વી. અસારીને ડીઆઈજી ઈન્ટેલિજન્સ-2 ગાંધીનગર
-કે.એન.ડામોરને એડિ.કમિશનર સુરત સેક્ટર-2