Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણ ભારે ગર્માયેલું છે, એવામાં સામાન્ય રીતે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સાથે શપથ લે છે, પણ આ વખતે પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદમાં આજે મંત્રી મંડળનો શપથ વિધિ સમારોહ બપોરે 4 વાગ્યેને 20 મિનિટે ગુજરાત કેબિનેટના નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાવાનો હતો. પરંતુ તે આજે કોઇપણ કારણોસર રદ કરવામાં આવ્યો છે. હવે આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાવાની જાહેરાત કરાઈ છે. આવતીકાલે રાજભવનમાં જ શપથગ્રહણનું આયોજન કરાશે.
જોકે, આજની તારીખે શપથવિધિ સમારોહના બેનર અને પોસ્ટર પણ છપાઈ ગયા હતા, છતા આવતીકાલે શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ છે. આમ, હાલ ભાજપમાં મોટાપાયે આંતરિક ડખો અને વિખવાદ ચાલી રહ્યો હોય તેવુ લાગે છે. હવે આવતીકાલે 1.30 વાગ્યે શપથગ્રહણ યોજાય તેવું ટવીટ સીએમઓમાં થી કરવમાં આવ્યું છે. રાજભવનમાં શપથવિધિની ચાલી રહેલી કામગીરીને અચાનક અટકાવી દેવાઈ છે. આજની તારીખના લાગેલા બોર્ડ પણ ઉતારી દેવામાં આવ્યા છે. શપથવિધિની તૈયારીઓ વચ્ચે આખરે એવુ શું થયુ કે છેલ્લી ઘડીએ આયોજન રદ કરવાની ફરજ પડી. મોટાપાયે જાહેરાત કરાયા બાદ
જે રીતે સવારથી જ નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવાની વાત ચાલી રહી છે, તેમા અનેક નેતાઓની નારાજગી સામે આવી છે. તો આ કારણે સવારથી અનેક મંત્રીઓ પોતાની ઓફિસ ખાલી કરતા દેખાયા હતા. આ વચ્ચે એવા માહિતી પણ સામે આવી છે કે, નવા મંત્રીમંડળના નવા નિયમોને કારણે અનેક નેતાઓમાં નારાજગી હોવાનું સામે આવ્યું છે. હાલના મંત્રીઓ રિપીટ નહિ થાય, તેમજ એકવાર મંત્રી બનેલા નેતાને પણ મંત્રીમંડળમાં સ્થાન નહિ મળે તેવી થિયરી વચ્ચે અનેક દિગ્ગજ નેતાઓ નારાજ થયા છે.