Mysamachar.in-ગાંધીનગર
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે લોકડાઉન અને કરફ્યૂની અફવાઓએ વેગ પકડ્યો છે. ત્યારે આ અફવાઓનું આજે વધુ એક વખત ખંડન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું છે. મુખ્યમંત્રીએ લોકડાઉનની અફવાઓ વિશે કહ્યું કે, માત્ર ગુજરાતમાં જ સંક્રમણ વધ્યુ છે તેવુ નથી, અનેક રાજ્યોમાં ગુજરાત કરતા વધુ કેસ છે. ગુજરાતમાં સારી રીતે ચૂંટણી પાર પાડી. ગુજરાતમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેસ ઓછા હતા. તે સમયે આખા દેશમાં કેસ ઓછા હતા.
પરંતુ માર્ચ મહિનાથી સંક્રમણ વધ્યું. મહારાષ્ટ્ર પંજાબ કેરળ ક્યાંય ચૂંટણી ન હતી. ત્યાં પણ સંક્રમણ વધ્યું છે. મહારાષ્ટ્રમાં રોજ 25 હજાર કેસ આવી રહ્યાં છે. પંજાબમાં 2500 થી વધુ કેસ આવે છે. ત્યારે ગુજરાતમાં કેસ થોડા ઓછા છે, સરકારે તાકીદે પગલા લીધા છે. પરંતુ કોઈ લોકાડઉન થવાનુ નથી, દિવસભરનો કરફ્યૂ પણ નથી આવવાનો તેવી સ્પષ્ટતા આજે વધુ એક વખત મુખ્યમંત્રીએ કરી હતી.