Mysamachar.in-જામનગર:
જામનગરના શીરે જેની જવાબદારી સોંપવામાં આવી છે,તેવા મહાનગરપાલિકાના મેયરના જ વિસ્તારના વેપારીઓ ટ્રાફિક સમસ્યાનો ભયંકર સામનો કરીને ત્રાસ દૂર કરવા માટે વેપારીઓ મેયરને જ રૂબરૂ રજૂઆત કરતા આનાથી મોટી શરમજનક બાબત કઈ હોય શકે તેવા સવાલો થઈ રહ્યા છે,
આમ જોઈએ તો જામનગર મહાનગરપાલિકાના મેયરને શહેરના પ્રથમ નાગરીક ગણવામાં આવે છે અને મેયરના શીરે સમગ્ર શહેરની સુખાકારીની જવાબદારી હોય છે.પરંતુ મેયર ખુદ તેમના વિસ્તારની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ગયા હોય તેવું વેપારીઓની રજૂઆત પરથી લાગી રહ્યું છે,
વાત જાણે એમ છે કે, જામનગર રણજીત રોડથી શાક માર્કેટનો એરિયા મેયરના વોર્ડમાં આવે છે અને આ વિસ્તારના વેપારીઓ જાહેર રસ્તા પર બકાલાની રેકડીવાળાના ત્રાસથી ભયંકર ટ્રાફિક સમસ્યાના લીધે વેપારીઓ પોતાનો ધંધો-રોજગાર કરી શકતા નથી એટલી હદે રેકડીવાળાઓનો ત્રાસ છે કે,સીટીબસ,૧૦૮ એમ્બ્યુલન્સ સહિતના વાહનો ચાલી શકતા નથી અને વિદ્યાર્થીઓને પણ રસ્તે ચાલવામાં મુશ્કેલી પડે છે,
ઉપરાંત રસ્તા પર વાહન રાખવાથી દંડ ફટકારવામાં આવે છે.ત્યારે રેકડીવાળાની દાદાગીરી કોર્પોરેશનના સ્ટાફને કે ટ્રાફિક પોલીસને દેખાતી નથી અને ટ્રાફિક સમસ્યા મામલે ગંભીર આક્ષેપો વેપારી એસોશિયેશન દ્વારા કરવામાં આવ્યા છે,
આમ મેયર સમક્ષ મેયરના જ વોર્ડમાં ટ્રાફિક સમસ્યાથી રેકડીવાળાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા વેપારીઓ રજૂઆત કરતાં શરમજનક કહી શકાય તેવી બાબત સામે આવતા શહેરભરમાં ચકચાર જાગી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.