Mysamachar.in-જામનગર:
લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે ત્યારે રાજ્યના વિવિધ વિભાગોના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઑને લઈને હડતાલનું શસ્ત્ર ઉગાવ્યું હોય, તેવામાં આજે જામનગર સહિત રાજ્યના જામનગર જિલ્લાના રેવન્યુ કર્મચારીઑએ આજે શુક્રવારે માસ સીએલ મૂકીને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓનો ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે અને જો સરકાર હકારાત્મક ના રહે તો ૧૧ માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય પણ કરી લેવાયો છે,
જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ વર્ગ-3 ના ૩૦૦ જેટલા કર્મચારીઓ તેઓની બઢતી સહિતની ૯ પ્રશ્નોને લઇને રાજ્યભરના અન્ય મંડળોની માફક ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશાનુસાર તા.૮ ના રોજ માસ સીએલ મૂકીને જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં પ્રમુખ ચેતનભાઇ ઉપાધ્યાયની અગ્રતામાં એકઠા થઈને પોતાની લાગણી રજૂ કરી હતી. આચાર સંહિતા ગમે ત્યારે લાગુ પડે તેવા સંજોગોમાં રાજ્યના રેવન્યુ કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર હાથમાં લેતા આગામી દિવસોમાં સરકારનો શું નિર્ણય રહે છે તેના પર કર્મચારીઓની મીટ મંડાયેલી છે,
આજે જામનગર જિલ્લાના ૩૦૦ સહિત રાજજ્યના ૧૦,૦૦૦થી વધુ વર્ગ-૩ના કર્મચારીઓ સીએલ પર જઇ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.