Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ગુન્હેગારોને તો જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો તેમ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે એક સપ્તાહ પૂર્વેની જ વાત છે કે બેડી વિસ્તારમાં સમી સાંજે એડવોકેટ હારુન પલેજાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને સાયચા ગેંગ સહિતના 15 ઈસમો વકીલને મોતને ઘાટ ઉતારીને ચાલ્યા ગયાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી છે ત્યાં જ આજે બીજી ચર્ચાસ્પદ કહી શકાય તેવી હત્યાની ઘટનામાં એક બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા પોલીસ દોડતી થઇ છે,.
આ ઘટનામાં મળતી વિગતો મુજબ જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં વસવાટ કરતા એક પરીવારની 12 વર્ષની માસુમ દીકરી દ્રષ્ટિ કારાવદરા નામની બાળકીની હત્યા તેની આસપાસમાં વસવાટ કરતા કોઈ વ્યક્તિએ કોઈપણ કારણોસર આ હત્યા નિપજાવ્યાની શંકાને આધારે પોલીસે તપાસ શરુ કરી છે.જો કે ઉપરાછાપરી હુમલા અને હત્યાના સરાજાહેર બનાવો જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિની ચાળી ખાઈ રહ્યા હોય તેમ લાગે છે.