Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહીત રાજ્યની આઠેય મહાનગરપાલિકામા ઉનાળુ કાઢવું આકરું છે અને પાણીની મોટી સમસ્યા છે.ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે આઠેય શહેરોમા પાણીની સમસ્યા અને આયોજન અંગે એક બેઠક યોજાઈ રહી છે,જેમાં જામનગર મનપાના કમિશ્નર સહીત આઠેય મનપાનાઓના કમિશનરો,મેયરો અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનો હાજર રહેશે,સારું છે સીએમ સમીક્ષા કરે છે પણ સમીક્ષા માત્ર કાગળ પુરતી સીમિત ના રહી અને શહેરીજનો ને આવતા ચોમાસા સુધી જોઈએ તેટલું પાણી મળી રહે તો સમીક્ષા ખરા અર્થમાં સાર્થક ગણાશે..