Mysamachar.in-જામનગર:
જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા અને સ્ટેન્ડિંગ ચેરમેન નિલેષ કગથરા હાલ જયપુરમાં છે. જયપુર ખાતે 18મી ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો છે. જયપુર મહાનગરપાલિકાએ આમંત્રણ આપ્યું છે. જામનગર મહાનગરપાલિકાએ આજે કાર્યક્રમના પ્રથમ દિવસે, અહીં જામનગરમાં જાહેર કર્યું છે કે, આ જયપુર ફેસ્ટિવલ 3 દિવસ માટે છે. જયપુર અને જામનગર વચ્ચેના સંબંધોને ઉત્તેજન આપવા, શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન કરવા અને શહેરી શાસનમાં સહયોગ તથા નવીનતાની ભાવનાની ઉજવણી કરવાની અનન્ય તક પૂરી પાડવા આ કાર્યક્રમ આયોજિત થયો છે. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રદર્શન, નેટવર્કિંગની તકો અને શહેરોના વિકાસ તેમજ સુખાકારી માટેના મુખ્ય વિષયો પર ચર્ચાઓ થશે, એમ મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે.
