Mysamachar.in-રાજકોટ:
રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચણોલ-હડમતિયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નં. ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ ૨૦.૦૨.૨૦૨૫ થી ૦૩.૦૩.૨૦૨૫ સુધી રદ.
- ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ ૨૧.૦૨.૨૦૨૫ થી ૦૪.૦૩.૨૦૨૫ સુધી રદ.
- ટ્રેન નંબર ૦૯૫૨૫ હાપા-નાહરલગુન સ્પેશિયલ ૨૬.૦૨.૨૦૨૫ ના રોજ રદ.
- ટ્રેન નં. ૦૯૫૨૬ નાહરલગુન-હાપા સ્પેશિયલ ૦૧.૦૩.૨૦૨૫ ના રોજ રદ.
આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૧૯.૦૨.૨૦૨૫ થી ૦૨.૦૩.૨૦૨૫ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૨૦.૦૨.૨૦૨૫ થી ૦૩.૦૩.૨૦૨૫ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નં. ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૦.૦૨.૨૦૨૫ થી ૦૩.૦૩.૨૦૨૫ સુધી વડોદરાથી રાજકોટ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નં. ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૧.૦૨.૨૦૨૫ થી ૦૪.૦૩.૨૦૨૫ સુધી રાજકોટથી વડોદરા દોડશે. આ રીતે આ ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્યૂલ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 27.02.2025 ના રોજ ઓખાથી 2 કલાક મોડી એટલે કે 16.05 વાગ્યે રવાના થશે.
- ટ્રેન નં. ૧૫૬૩૫ ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ૨૧.૦૨.૨૦૨૫ અને ૨૮.૦૨.૨૦૨૫ ના રોજ ઓખાથી ૩ કલાક ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૫.૪૫ વાગ્યે ઉપડશે.
માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:
- ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ ૨૦.૦૨.૨૦૨૫ થી ૦૩.૦૩.૨૦૨૫ સુધીમાર્ગ માં ૧૫ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ૧૯.૦૨.૨૦૨૫ ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીનામાર્ગ માં ૩૩ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- ૨૬.૦૨.૨૦૨૫ ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નં. ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીનામાર્ગ માં ૨ કલાક ૦૩ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- ૨૩.૦૨.૨૦૨૫ ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રાજકોટ સુધીનામાર્ગ માં ૨ કલાક ૦૮ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- ૨૪.૦૨.૨૦૨૫ ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ રાજકોટ સુધીનામાર્ગ માં ૨ કલાક ૨૮ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- ૨૪.૦૨.૨૦૨૫ ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધીનામાર્ગ માં ૫૩ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- ૨૦.૦૨.૨૦૨૫ ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-બનારસ એક્સપ્રેસ રાજકોટ સુધીનામાર્ગ માં ૨૦ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
ટ્રેન ના સ્ટોપેજ રદ:
- ૨૬.૦૨.૨૦૨૫ થી ૦૨.૦૩.૨૦૨૫ સુધી ૫ દિવસ માટે મુંબઈ સેન્ટ્રલથીઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનો પડધરી સ્ટેશન પર સ્ટોપેજ રદ કરવામાં આવ્યો છે.