Mysamachar.in-સુરતઃ
અમદાવાદથી સુરત પશુઓ ભરીને નીકળેલા ટ્રકનો ભરૂચ પાસે ટેન્કર સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો, ઘટનામાં ત્રણ લોકો અને સાત જેટલા પશુઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત નજરે જોનારાઓનું કહેવું છે કે મોડી રાતે કીમ-પીપોદરા નજીક આવેલી ભાગ્યોદય હોટલ પાસે રોડ પર ઉભેલા ટેન્કરમાં પશુઓ ભરેલી ટ્રક ઘૂસી ગઈ હતી, ઘટના બાદ આસપાસના ગામજનો અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઘાયલોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ભરૂચના એજન ખાતે રહેતો અજય પટણી અમદાવાદથી પશુઓ ટ્રકમાં ભરી સુરત આવી રહ્યો હતો. રોડ પર ઉભેલા ટેન્કરમાં પશુઓ ભરેલી ટ્રક ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ભેંસના 6 બચ્ચા, એક ભેંસની સાથે બેનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલા 55 વર્ષિય ઈશ્વર પટણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.